National News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi)દેશની આર્થિક પ્રગતિ અને ગરીબી ઘટાડવાના પ્રયાસોને સરકારની મોટી સિદ્ધિ ગણાવી છે. FICCIના 100મા વાર્ષિક સંમેલનમાં સંબોધન દરમિયાન તેમણે દાવો કર્યો કે છેલ્લા 12થી 13 વર્ષમાં ભારતના લગભગ 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વિશ્વ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, યોગ્ય નીતિઓ, મજબૂત ઇરાદા અને સતત પ્રયાસો દ્વારા દેશના આર્થિક તથા સામાજિક માળખામાં મોટું પરિવર્તન લાવી શકાય છે.
12 વર્ષમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર (Poverty Reduction)
પ્રધાનમંત્રી મોદીએ (PM Modi)ગરીબી ઘટાડવાના આંકડા રજૂ કરતાં જણાવ્યું કે, છેલ્લા 12-13 વર્ષ દરમિયાન લગભગ 50 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર (Poverty Reduction) આવ્યા છે. તેમણે 1970ના દાયકામાં આપવામાં આવેલા ‘ગરીબી હટાવો’ના નારા સાથે સરખામણી કરતાં કહ્યું કે, જો તે સમયે પણ યોગ્ય નીતિઓ અને અસરકારક અમલીકરણ થયું હોત તો ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળી શકી હોત.
વિશ્વ બેંકના આંકડા અનુસાર, 2011થી 2023 દરમિયાન અંદાજે 49.6 કરોડ લોકો પ્રતિદિન 4.20 ડોલરની ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. આ સમયગાળા દરમિયાન અત્યંત ગરીબીનો દર 27.1 ટકાથી ઘટીને (Poverty Reduction)2.6 ટકા થયો હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું છે.
ભારત બન્યું વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા
PM મોદીએ ભારતની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. વિવિધ વૈશ્વિક સંસ્થાઓ દેશના આર્થિક વિકાસ દરને (Indian Economy Growth)આશરે 7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં ભારતની નિકાસ લગભગ 50 અબજ ડોલરે પહોંચી હતી, જે એક મહિનામાં નોંધાયેલ અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે.
2047 સુધી વિકસિત ભારત માટે ઉદ્યોગોને આહ્વાન
FICCIના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીએ ઉદ્યોગ જગતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉદ્યોગપતિઓને આગામી બે દાયકાની પ્રાથમિકતાઓ નક્કી કરવા અને દેશના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર (Viksit Bharat 2047)બનાવવાના લક્ષ્યમાં ઉદ્યોગ, યુવાનો, ખેડૂતો, શ્રમિકો અને વેપારીઓનું યોગદાન મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું.
દવાઓના કાચા માલની આયાત ઘટાડવા પર ભાર
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની વાત કરતાં મોદીએ (PM Modi)જણાવ્યું કે, ભારત વૈશ્વિક દવા ઉત્પાદન ક્ષેત્રે (Pharmaceutical Manufacturing)મહત્વનું સ્થાન ધરાવે છે, છતાં API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ) સહિતના આવશ્યક કાચા માલ માટે મોટી આયાત પર નિર્ભર છે. તેમણે ઉદ્યોગોને દેશમાં ઉત્પાદન ક્ષમતા વધારી શકાય તેવા ક્ષેત્રો ઓળખવા અને વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે નવી પહેલ કરવા અનુરોધ કર્યો.
પ્રધાનમંત્રીએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ભારતીય ઉત્પાદકોને વધુ મજબૂત બનાવવાની અપીલ સાથે જણાવ્યું કે, દેશની આર્થિક પ્રગતિમાં દરેક વર્ગનું યોગદાન મહત્વનું છે. ભારતને વિકસિત રાષ્ટ્ર (Viksit Bharat 2047)બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા સરકાર અને ઉદ્યોગોએ સાથે મળીને આગળ વધવું પડશે.
