ઉજવણી/ મહારાષ્ટ્રમાં દહી હાંડીની ઉજવણી કરવામાં આવશે નહીં

સીએમ ઉદ્ધવ ઠાકરેએ એક બેઠકમાં દહી હાંડી મંડળોને નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા અને તહેવારોને માનવીય ધોરણે થોડા સમય માટે અલગ રાખવા અપીલ કરી છે

India

આ વર્ષે જન્માષ્ટમી પર મહારાષ્ટ્રમાં કોઈ દહી હાંડીની ઉજવણી જોવા મળશે નહીં.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક બેઠકમાં દહી હાંડી મંડળોને નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા અને તહેવારોને માનવીય ધોરણે થોડા સમય માટે અલગ રાખવા અપીલ કરી છે.મંડળો અને ગોવિંદાઓએ સરકારને વિનંતી કરી હતી કે તેમને કોવિડ પ્રોટોકોલના કડક પાલન સાથે નાના પાયે ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવે . ગયા અઠવાડિયે રાજ્યના મંત્રી આદિત્ય ઠાકરે સાથેની બેઠકમાં દહી હાંડી સંકલન સમિતિના સભ્યોએ કહ્યું હતું કે તેઓ ત્રણ-ચાર સ્તરોના નાના પિરામિડ બનાવશે, જેમાં મર્યાદિત સંખ્યામાં સહભાગીઓ હશે જેઓનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. જો ગણેશોત્સવને નાના પાયે મંજૂરી આપી શકાય, તો સરકાર દહી હાંડી માટે પણ માત્ર એક દિવસ માટે પરવાનગી આપી શકે છે એવું મંડળ  તરફથી કહેવામાં આવ્યું છે.

ઘણાં વર્ષોથી ઘાટકોપર ખાતે દહી હાંડી કાર્યક્રમનું આયોજન કરતા ધારાસભ્ય રામ કદમે કહ્યું કે “અમે ચોક્કસપણે તહેવારની ઉજવણી કરીશું. જોકે, ઉજવણીનો સ્કેલ આપવામાં આવેલી છૂટ પર આધાર રાખે છે. કોવિડ -19 મહામારીને પગલે, મહારાષ્ટ્રમાં સતત બીજા વર્ષે ગણેશોત્સવ માટે નાના પાયે ઉજવણી જોવા મળશે. રાજ્ય સરકારે મૂર્તિઓની ઊંચાઈ ઘટાડવા સહિત અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે.ઉલ્લેખનીય છે કે ગણેશ મૂર્તિઓની ઊંચાઈ જાહેર મંડળો માટે ચાર ફૂટ અને ઘરમાં ઉજવણી માટે બે ફૂટ રાખવામાં આવી છે. ગણેશોત્સવની શરૂઆત 10 સપ્ટેમ્બરથી થશે.