Chaat Recipe/ શિયાળામાં બનાવો શિંગોડાની ચટપટી ચાટ…સ્વાદ એવો લાજવાબ કે વારંવાર ખાવાનું મન કરશે!

શિંગોડામાંથી અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે. એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ પ્રાપ્ત થાય છે. અહિં Singhara Chaat Recipe દર્શાવવા…

Trending Food Lifestyle
Singhara Chaat...ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર...4 સ્ટેપ્સની healthy રેસિપી!

Chaat Recipe: આજે અહિં તમને શિંગોડાની એક એવી ચટપટી અને મજેદાર રેસિપી (Singhara Chaat) દર્શાવવા જઈ રહ્યાં છીએ જેને તમે ઘરે જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.

શિયાળાની ઋતુ (Winter Season)માં બજારમાં શિંગોડા ઘણા જ વેચાવા લાગે છે. આ ફળ કોઈ સુપરફૂડ (Superfood)થી કમ નથી! સ્વાદની સાથોસાથ પોષક તત્વોથી ભરપૂર શિંગોડા સ્વાસ્થ્ય માટે પણ ઘણા જ ફાયદાકારક માનવામાં આવે છે. તમારા ડાયેટમાં શિંગોડાનો તમે અનેક પ્રકારે ઉપયોગ કરી શકો છો. આજે અહિં તમને શિંગોડાની એક એવી ચટપટી અને મજેદાર રેસિપી (Singhara Chaat Recipe) દર્શાવવા જઈ રહ્યાં છીએ જેને તમે ઘરે જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.

શિંગોડાના ફાયદા (Benefits of Singhara)

શિંગોડામાંથી અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે. એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ પ્રાપ્ત થાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી કમ નથી! ફાઈબરથી ભરપૂર હોવાના કારણે એ પાચન ક્રિયાને બહેતર બનાવે છે અને કબજીયાત (Constipation)થી રાહત આપવામાં મદદ કરે છે. એમાં રહેલું પોટેશિયમ હાર્ટ હૅલ્થ માટે ફાયદાકારક હોય છે.

શી રીતે બનાવશો શિંગોડાની ચાટ? (Singhara Chaat Recipe)

શિંગોડાની ચાટ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Singhara Chaat Ingredients
Singhara Chaat Ingredients

સામગ્રી

250 ગ્રામ શિંગોડા

1 મોટી ચમચી દેશી ઘી

સ્વાદાનુસાર મીઠું

અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર

અડધી ચમચી લાલ મરચું

અડધી નાની ચમચી ચાટ મસાલો

અડધી નાની ચમચી સંચળ

1 નાની ચમચી લીંબુનો રસ

તાજી સમારેલી કોથમીર

જરુર મુજબ સેવ

જરુર મુજબ ખારી સીંગ

જરુર મુજબ દાડમના દાણા

Singhara Chaat Recipe
Singhara Chaat Recipe

બનાવવાની વિધિ

1. શિંગોડાની ચાટ બનાવવા માટે સૌપ્રથમ શિંગોડા (Water chestnut)ને પાણીથી સારી રીતે ધોઈને કૂકરમાં બે ત્રણ સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

2. જ્યારે શિંગોડા બફાઈ જાય એટલે એની ઉપરની છાલ દૂર કરી દો અને હળવા ઠંડા થવા દો.

3. ત્યાર બાદ એક પૅનમાં તેલ ગરમ કરો અને બાફેલા શિંગોડાને હળવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. જ્યારે શિંગોડા ક્રિસ્પી થઈ જાય ત્યારે એને અન્ય વાસણમાં કાઢીને ટુકડામાં સમારી લો.

4. હવે એમાં મીઠું, કાળા મરીનો પાવડર, લાલ મરચું, ચાટ મસાલો અને સંચળ મિક્સ કરો. સારી રીતે હલાવી લો જેથી મસાલા શિંગોડા પર સારી રીતે કૉટ થઈ જાય. અંતે એમાં લીંબુનો રસ નીચોવવો અને તાજી કોથમીર ઉપર ભભરાવવી.

તો તૈયાર છે તમારી શિંગોડાની ચાટ….એને તમે ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ શકો છો. પોટેશિયમ (Potassium)થી ભરપૂર આ ચાટ ખાવામાં સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. એની ઉપર તમે સેવ, દાડમના દાણા કે પીનટ્સ પણ ભભરાવીને ખાઈ શકો છો.


આ પણ વાંચો: સવારે નાસ્તામાં બનાવો પ્રોટીનથી ભરપૂર મગફળી ચાટ…ચટપટી અને વળી હૅલ્ધી પણ..!

આ પણ વાંચો: દિલ્હી સ્પેશ્યલ ચટપટી વ્રત આલુ ચાટ બનાવો…ઉપવાસ ન કરેલો હોય એ પણ ડિમાન્ડ કરશે!

આ પણ વાંચો: સ્વાદ પણ અને સ્વાસ્થ્ય પણ…ફ્રુટ લવર્સને પસંદ આવશે આ જામફળની ચાટ રેસિપી…!