Ahmedabad News: અમદાવાદ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન (Ahmedabad Bandra Special Train) દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ લીધો છે. દિવાળી વેકેશન બાદ પરત ફરતા મુસાફરોની ભીડને પહોંચી વળવા આ ટ્રેન બંને દિશામાં 21 અને 22 નવેમ્બરે એક-એક ફેરો કરશે. ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
Ahmedabad Bandra Special Train :દિવાળી વેકેશન બાદ ભીડને પગલે નિર્ણય
દિવાળી વેકેશન (Diwali Vacation) દરમિયાન વતન અને ફરવા ગયેલા લોકો હવે પરત ફરી રહ્યા છે, જેના કારણે નિયમિત ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોને સરળ અને આરામદાયક મુસાફરી મળે તે માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ (Ahmedabad News) અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા (Special Fare) પર ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન 21 નવેમ્બર શનિવાર અને 22 નવેમ્બર રવિવારે બંને દિશામાં એક-એક ફેરો કરશે.
ટ્રેનનો સમય અને રૂટ
બાંદ્રા ટર્મિનસ (Bandra Terminus)થી ટ્રેન નં. 09023 21 નવેમ્બરે સવારે 4:30 વાગ્યે ઉપડશે, 5:00 વાગ્યે બોરીવલી અને 8:55 વાગ્યે સુરત પહોંચી બપોરે 13:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. વળતી દિશામાં ટ્રેન નં. 09024 22 નવેમ્બરે રાત્રે 2:30 વાગ્યે અમદાવાદથી ઉપડી તે જ દિવસે બપોરે 12:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
7 સ્ટેશનો પર સ્ટોપેજ
ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનો પર ઊભી રહેશે. વેકેશન બાદ પરત ફરતા મુસાફરોને આ સ્ટોપેજથી સુવિધા મળશે.
કોચની વ્યવસ્થા અને બુકિંગ
ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર, ચેર કાર અને જનરલ શ્રેણીના કોચ લગાવવામાં આવશે. ટ્રેન નં. 09023 અને 09024 માટે ટિકિટ બુકિંગ (Train Booking) તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) પર શરૂ થઈ ગયું છે. મુસાફરોએ સમયસર ટિકિટ બુક કરાવી લેવી હિતાવહ છે અને મુસાફરી પહેલાં સમયની ખાતરી કરી લેવી જોઈએ.
આ પણ વાંચો:છઠ પૂજા માટે મોટી રાહત, દિલ્હી-પટના અને મુંબઈથી બિહાર માટે દોડશે સ્પેશિયલ ટ્રેનો, જાણો સંપૂર્ણ વિગતો
આ પણ વાંચો:દિવાળી પર ઘરે જનારાઓ માટે મોટી રાહત, UP-Bihar જતી 10 સ્પેશિયલ ટ્રેનોમાં લાગશે Extra AC કોચ
આ પણ વાંચો:દિવાળી-છઠ્ઠ પૂજાએ ઘરે જવું બનશે સરળ! ગુજરાતથી 5 સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત
