Nepal News : નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ (Balendra Shah) આ અઠવાડિયે ભારતની સત્તાવાર મુલાકાતે (Balendra Shah India Visit)આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર તેઓ 22 અને 23 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક, વેપારી અને ઊર્જા ક્ષેત્રના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.
PM બાલેન્દ્ર શાહની ભારત મુલાકાત
નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયે શુક્રવારે બાલેન્દ્ર શાહની (Balendra Shah)ભારત મુલાકાતની (Balendra Shah India Visit)માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, નેપાળના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં 34 સભ્યોનું સરકારી પ્રતિનિધિમંડળ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે નવી દિલ્હી પહોંચશે. આ મુલાકાત બાલેન્દ્ર શાહની નેપાળના પ્રધાનમંત્રી તરીકે ભારતની પ્રથમ મુલાકાત હોવાનું જણાવાયું છે.

PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક
મુલાકાત દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ (Balendra Shah)સોમવારે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક (Balendra Shah PM Modi Meeting)કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સહયોગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠક બાદ બંને નેતાઓ સંયુક્ત રીતે વિવિધ ઊર્જા સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત દ્વિપક્ષીય સહયોગને આગળ વધારતા કરારો પર હસ્તાક્ષર અને કરારોનું આદાન-પ્રદાન પણ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત અને ભોજન સમારંભ
દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બંને પ્રધાનમંત્રીઓ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરશે. ત્યારબાદ PM મોદી નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન બાલેન્દ્ર શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.
રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાલેન્દ્ર શાહ (Balendra Shah)રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત તેઓ ભારત-નેપાળ વ્યાપાર મંચમાં ભાગ લેશે. આ મંચનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને વધુ વિસ્તૃત કરવાનો છે.
ભારત-નેપાળ સંબંધોમાં નવી દિશા
ભારત અને નેપાળ વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સંબંધો (India Nepal Relations) છે. 1950ની શાંતિ અને મિત્રતા સંધિ તેમજ બંને દેશો વચ્ચેની 1,751 કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ આ સંબંધોને વધુ મજબૂત બનાવે છે. પરંપરાગત રીતે ‘રોટી-બેટી’ના સંબંધ તરીકે ઓળખાતા ભારત-નેપાળના સંબંધો હવે વેપાર, ઊર્જા, ડિજિટલ ટેક્નોલોજી અને આર્થિક ભાગીદારીના ક્ષેત્રોમાં નવી તકો તરફ આગળ વધી રહ્યા છે. બાલેન્દ્ર શાહની આ મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગના નવા અધ્યાયની શરૂઆત બની શકે છે.
