Karnataka News: કર્ણાટક કોંગ્રેસ (Karnataka Congress) માં જંગલી હાથીઓના રિલોકેશનના મુદ્દે આંતરિક અસંતોષ સામે આવ્યો છે. કર્ણાટકના મલનાડ વિસ્તારમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપવાની ધમકી આપી છે. મુડીગેરેના ધારાસભ્ય નયના મોટમ્મા, શ્રૃંગેરીના ધારાસભ્ય ટી.ડી. રાજેગૌડા અને ચિકમગલૂરના ધારાસભ્ય એચ.ડી. થમૈયાએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.
ચિકમગલૂર વિસ્તારમાં જંગલી હાથીઓને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાના અભિયાનને લઈને વિવાદ ઊભો થયો છે. વન વિભાગ દ્વારા હાસન જિલ્લાના બેલૂર વિસ્તારના જંગલી હાથીઓને ચિકમગલૂર જિલ્લાના ભદ્રા વન્યજીવ અભયારણ્ય તરફ ખસેડવાની કામગીરી સામે ત્રણેય ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે.
જંગલી હાથીઓના રિલોકેશન સામે ધારાસભ્યોનો વિરોધ
મલનાડ વિસ્તારમાં માનવ-હાથી સંઘર્ષ લાંબા સમયથી ગંભીર મુદ્દો રહ્યો છે. જંગલી હાથીઓ દ્વારા રહેણાંક વિસ્તારો અને ખેતીના વિસ્તારોમાં પ્રવેશવાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ રહે છે.
આ દરમિયાન વન વિભાગ દ્વારા હાથીઓને અન્ય વિસ્તારમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે આ અભિયાનથી તેમના મતવિસ્તારમાં આવેલા ગામોમાં હાથીઓના હુમલાનું જોખમ વધી શકે છે.
મુડીગેરેના ધારાસભ્ય નયના મોટમ્મા અને શ્રૃંગેરીના ધારાસભ્ય ટી.ડી. રાજેગૌડાએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. ચિકમગલૂરના ધારાસભ્ય એચ.ડી. થમૈયા પણ તેમની સાથે આવ્યા છે.
વન વિભાગે શું આશ્વાસન આપ્યું હતું?
અહેવાલો અનુસાર, વન વિભાગે ધારાસભ્યોને આશ્વાસન આપ્યું હતું કે 25 નવેમ્બરથી હાથીઓને અન્ય સ્થળે ખસેડવાનું કોઈ નવું અભિયાન ચલાવવામાં આવશે નહીં. જોકે, આ આશ્વાસન છતાં મુડીગેરે વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીને કારણે (Karnataka Congress) ના ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે.
ગોનિબીડુ હોબળી હેઠળ આવતા 20થી વધુ ગામોમાં પણ જંગલી હાથીઓના હુમલાની આશંકાને લઈને ચિંતા વધી છે. સ્થાનિક લોકો અને ધારાસભ્યોનું માનવું છે કે જંગલી હાથીઓનું સ્થળાંતર (Wild Elephant Relocation) થી માનવ-હાથી સંઘર્ષ વધુ ગંભીર બની શકે છે.
કોંગ્રેસમાં પાવર શેરિંગનો મુદ્દો પણ ચર્ચામાં
જંગલી હાથીઓના રિલોકેશનના મુદ્દા વચ્ચે હવે કર્ણાટક કોંગ્રેસ (Karnataka Congress) માં પદ અને સત્તાની વહેંચણીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. નયના મોટમ્મા અને એચ.ડી. થમૈયા મંત્રી પદના દાવેદાર હોવાની ચર્ચા અગાઉથી ચાલી રહી હતી.
મંત્રી પદ ન મળ્યા બાદ તેમને સરકારી નિગમો અને બોર્ડમાં અધ્યક્ષ પદ મળી શકે તેવી અટકળો પણ હતી. જોકે, તાજેતરમાં જાહેર થયેલી નિમણૂકની યાદીમાં તારિકેરેના ધારાસભ્ય જી.એસ. શ્રીનિવાસને કર્ણાટક રાજ્ય પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પછી પાર્ટીની અંદર પદ અને તકની વહેંચણીને લઈને કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.
ત્રણ ધારાસભ્યો એકસાથે આવ્યા
ટી.ડી. રાજેગૌડા પણ હવે નયના મોટમ્મા અને એચ.ડી. થમૈયાની સાથે આવ્યા છે. ત્રણેય ધારાસભ્યોએ પાર્ટીની અંદર સત્તા-વહેંચણીમાં કથિત અસંતુલન અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ સમગ્ર મામલે (Karnataka Politics) માં પણ ચર્ચા તેજ બની છે.
એક તરફ મલનાડ વિસ્તારમાં માનવ અને જંગલી હાથીઓ વચ્ચેનો સંઘર્ષ લોકોની સુરક્ષા અને પાક માટે મોટો પડકાર બની રહ્યો છે. બીજી તરફ સત્તાધારી કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગી ખુલ્લેઆમ સામે આવતા રાજ્યના રાજકારણમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
હવે નજર મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને કોંગ્રેસ હાઈકમાન્ડ પર છે કે તેઓ ત્રણેય ધારાસભ્યોની નારાજગી કેવી રીતે દૂર કરે છે.
હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે શું હાથીઓને અન્ય સ્થળે ખસેડવાનો મુદ્દો જ ધારાસભ્યોની નારાજગીનું મુખ્ય કારણ છે કે પછી સરકારી બોર્ડ-નિગમોમાં નિમણૂક અને પાર્ટીમાં સત્તા-વહેંચણી અંગેનો અસંતોષ પણ તેની પાછળ જવાબદાર છે. જો નારાજગી વધી તો (Karnataka MLA Resignation) નો મુદ્દો પણ વધુ ગંભીર બની શકે છે.
