Tamilnadu News : તમિલનાડુમાં મહિલા IAS અધિકારીની સુરક્ષાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કલ્લાકુરિચીના મહિલા જિલ્લા કલેક્ટરે (Women Collector )સત્તાધારી TVKના ધારાસભ્ય અરુલ વિગ્નેશ સામે અશ્લીલ WhatsApp મેસેજ મોકલવા અને અયોગ્ય વર્તન કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલે કાર્યવાહી કરવામાં વિલંબ થતાં મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court)જોસેફ વિજયના નેતૃત્વવાળી રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સમગ્ર મામલાની તપાસ માટે કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે.
સરકારની કામગીરી સામે હાઈકોર્ટના સવાલ
મહિલા કલેક્ટરની Women Collector )ફરિયાદ અંગે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ લક્ષ્મીનારાયણને રાજ્ય સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સવાલ કર્યો કે 31 જુલાઈના રોજ આ મામલો સરકારના ધ્યાન પર આવ્યો હોવા છતાં અત્યાર સુધી અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?
સરકાર તરફથી પબ્લિક પ્રોસિક્યુટર આર. જ્હોન સત્યને કોર્ટમાં લેખિત જવાબ રજૂ કરીને ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હોવાની માહિતી આપી હતી. જોકે, માત્ર FIR નોંધવાથી કોર્ટ સંતુષ્ટ થઈ નહોતી. કોર્ટે પૂછ્યું કે ફરિયાદમાં રજૂ કરવામાં આવેલા મેસેજ અને અન્ય વિગતોને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યાં છે?જસ્ટિસ લક્ષ્મીનારાયણને સરકારને ચેતવણી આપતાં કહ્યું કે જો કોઈને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું જણાશે તો કોર્ટ તેને ગંભીરતાથી લેશે.
દરેક મહિલાની સુરક્ષા જરૂરી: હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન કોર્ટે મહિલા અધિકારીની (Women Collector )સુરક્ષાને સૌથી વધુ મહત્ત્વ આપ્યું હતું. ફરિયાદી સાથે સરકારે વાતચીત કરી છે કે નહીં અને તેમની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તે અંગે પણ જવાબ માંગ્યો હતો.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે મહિલાનો હોદ્દો ગમે તેટલો મોટો હોય કે નાનો, તેને જાતીય સતામણીથી સુરક્ષા મળવી જ જોઈએ. આ મુદ્દે ટિપ્પણી કરતાં કોર્ટે કહ્યું કે ચીફ સેક્રેટરી હોય કે સફાઈકર્મી, દરેક મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરવી સરકારની જવાબદારી છે.આ સાથે જ કોર્ટે સરકારને મામલાની તપાસ માટે તાત્કાલિક કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
સોશિયલ મીડિયા પર ઓળખ જાહેર થતાં નારાજગી
મહિલા કલેક્ટરની (Women Collector )ઓળખ ગુપ્ત રાખવા અગાઉ સૂચના આપવામાં આવી હોવા છતાં સોશિયલ મીડિયા પર તેમની ઓળખ છતી કરતી વિગતો ફરતી થતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
સરકારે દલીલ કરી હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર તેનો સીધો અંકુશ નથી. જોકે, કોર્ટે આ જવાબ સ્વીકાર્યો નહોતો. કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સરકારના નિયંત્રણમાં ન હોય તો પણ રાજ્ય પાસે સાયબર ક્રાઇમ વિભાગ છે. આવી સ્થિતિમાં પીડિતાની ઓળખ જાહેર થતી અટકાવવા માટે જરૂરી કાર્યવાહી થવી જોઈએ.
SPની ભૂમિકા પર પણ સવાલ, ઉચ્ચ અધિકારી કરશે તપાસ
આ કેસમાં મહિલા કલેક્ટરે પોતાની ફરિયાદમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP)નું નામ પણ સામેલ કર્યું હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે તપાસની જવાબદારી SPથી ઉપરના અધિકારીને સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કોર્ટના મતે, ફરિયાદમાં પોલીસ અધિકારીનું નામ સામેલ હોય ત્યારે તપાસની નિષ્પક્ષતા જળવાય તે જરૂરી છે. તેથી કોઈ વરિષ્ઠ અધિકારી આ મામલાની તપાસ કરે તેવી સૂચના આપવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ?
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આશરે ત્રણ મહિના પહેલાં TVKના ધારાસભ્ય (TVK MLA)અરુલ વિગ્નેશે (Arul Vignesh)મહિલા કલેક્ટરને કથિત રીતે અશ્લીલ WhatsApp મેસેજ મોકલ્યા હતા. એટલું જ નહીં, તેઓ નશાની હાલતમાં કલેક્ટરના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હોવાનો અને ત્યાં અયોગ્ય વર્તન કરવાનો પણ આરોપ છે.
આ મામલો રાજકીય સ્તરે ચર્ચામાં આવ્યા બાદ DMK સાંસદ કનિમોઝીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. 12 નવેમ્બરે DMK અને AIADMKના વિપક્ષી નેતાઓએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને ફરિયાદો આપીને તપાસની માગ કરી હતી.
જોકે, ધારાસભ્ય અરુલ વિગ્નેશે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે આક્ષેપોને રાજકીય ષડયંત્ર ગણાવતાં અશ્લીલ WhatsApp મેસેજ મોકલ્યા હોવાનો પણ ઇનકાર કર્યો છે. હવે મદ્રાસ હાઈકોર્ટના (Madras High Court)નિર્દેશ બાદ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: સોલામાં મેડિકલની વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ: પતિના મિત્રએ ઘરે આવી ટી-શર્ટ ફાડી
આ પણ વાંચો: મુંબઈ લોકલમાં છેડતીનો વિરોધ કરવા બદલ યુવતીને ટ્રેનમાંથી ધક્કો, 16 ટાંકા અને હાથ કપાયો
આ પણ વાંચો: પાટણમાં વિદ્યાર્થિનીની છેડતીના કેસમાં શિક્ષકને 4 વર્ષની સજા, 25 હજારનો દંડ
