Panchmahal News/ પાવાગઢમાં દેવ દિવાળીએ ભક્તોનું ઘોડાપૂર! મહાકાળી માતાજીને ધરાવાયો ભવ્ય અન્નકૂટ

Pavagadh: પંચમહાલના પાવાગઢ શક્તિપીઠમાં કારતક સુદ પૂનમ અને દેવ દિવાળીએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મહાકાળી માતાજીને ભવ્ય અન્નકૂટ ધરાવાયો

Gujarat Others Breaking News
Pavagadh

Panchmahal News: પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ (Pavagadh) ખાતે આજે કારતક સુદ પૂનમ અને દેવ દિવાળીના પાવન પર્વે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. ભારે ભીડના પગલે મંદિર પરિસર અને દર્શન માર્ગો પર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે.

Pavagadh:પાવાગઢમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી

દેવ દિવાળી (Dev Diwali)ના અવસરે પરંપરા મુજબ મહાકાળી માતાજી (Mahakali Mataji)ને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન-અર્ચન સાથે માતાજીને અન્નકૂટ અર્પણ કરાયો હતો. દર્શનાર્થે આવેલા હજારો યાત્રિકોએ માતાજીના દર્શનની સાથે અન્નકૂટ (Annkut)ના પણ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

‘જય માતાજી’ના નાદથી ગુંજ્યો પાવાગઢ ડુંગર

સમગ્ર પાવાગઢ ડુંગર ‘જય માતાજી’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ છવાયો હતો. પૂનમના પવિત્ર દિવસે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તો (Devotees)એ પોતાના પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરી હતી.


આ પણ વાંચો: પાવાગઢમાં માલવાહક રોપ-વેનો કંટ્રોલ ખોરવાયો, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: પાવાગઢમાં ગોઝારી ઘટના; 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા વાઘોડિયાના 35 વર્ષીય યુવાનનું કરુણ મોત

આ પણ વાંચો: પાવાગઢ મહાકાળી મંદિરનો મેગા વિકાસ: ₹359 કરોડના માસ્ટર પ્લાનથી વિશ્વ વારસાને મળશે નવી ઓળખ