Gandhinagar News/ ગુજરાતના 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે: ગેરહાજરીમાં કોને સોંપાયો ચાર્જ? જુઓ લિસ્ટ

Vibrant Gujarat Summit 2027: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ વચ્ચે ગુજરાતના 12 IAS અધિકારીઓની ગેરહાજરીમાં અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો. GADના 19 ઓક્ટોબરના આદેશ મુજબ જુઓ સંપૂર્ણ યાદી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Vibrant Gujarat Summit 2027: 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે

Gandhinagar News: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ (Vibrant Gujarat Summit 2027) વચ્ચે રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 12 IAS અધિકારીઓ (12 IAS Officers) વિદેશ પ્રવાસે જવાના હોવાથી તેમની ગેરહાજરી દરમિયાન વિભાગોની કામગીરી અટકે નહીં તે માટે અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 19 ઓક્ટોબર, 2026ના રોજ આ અંગે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આ વ્યવસ્થા હેઠળ સામાન્ય વહીવટ, મહેસૂલ, ઉદ્યોગ, નાણાં, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારીઓ અન્ય અધિકારીઓને સોંપવામાં (Additional Charge Order) આવી છે. હવે સંબંધિત અધિકારીઓની ગેરહાજરી દરમિયાન આ અધિકારીઓ વધારાની જવાબદારીઓ સંભાળશે.

Vibrant Gujarat Summit 2027: કોના સ્થાને કોને સોંપાયો ચાર્જ? જુઓ સંપૂર્ણ લિસ્ટ

રાજ્ય સરકારના આદેશ મુજબ, 12 અધિકારીઓની ગેરહાજરીમાં નીચે મુજબના અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

1. અંજુ શર્માના સ્થાને ટી. નટરાજન

સામાન્ય વહીવટ વિભાગનાં અધિક મુખ્ય સચિવ અંજુ શર્માની ગેરહાજરીમાં (Gujarat Government) નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન જવાબદારી સંભાળશે.

2. જયંતિ એસ. રવિના સ્થાને બી. એ. શાહ

મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ જયંતિ એસ. રવિની ગેરહાજરીમાં જમીન સુધારણા કમિશનર અને મહેસૂલ વિભાગને લગતી જવાબદારીઓ બી. એ. શાહ સંભાળશે.

3. મમતા વર્માના સ્થાને રાજીવ ટોપનો

ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્માની ગેરહાજરીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

4. લોચન સેહરાના સ્થાને ડૉ. વિનોદ રામચંદ્ર રાવ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરાની ગેરહાજરીમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રામચંદ્ર રાવ જવાબદારી સંભાળશે.

5. રૂપવંત સિંહના સ્થાને અજય ભાદુ

ચીફ કમિશનર ઑફ સ્ટેટ ટેક્સ રૂપવંત સિંહની ગેરહાજરીમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અજય ભાદુને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

6. સ્વરૂપ પી.ના સ્થાને મિલિંદ શિવરામ તોરવણે

ઉદ્યોગ કમિશનર અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના CEO સ્વરૂપ પી.ની ગેરહાજરીમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ શિવરામ તોરવણે જવાબદારી સંભાળશે.

7. પોનુગુમલા ભારતીના સ્થાને ધનંજય દ્વિવેદી

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનાં સચિવ પોનુગુમલા ભારતીની ગેરહાજરીમાં પંચાયત, ગ્રામ આવાસ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

8. જેનુ દેવાનના સ્થાને સંદીપ કુમાર

નાણાં વિભાગની ખર્ચ શાખાનાં સચિવ જેનુ દેવાનની ગેરહાજરીમાં આર્થિક બાબતોના સચિવ સંદીપ કુમાર જવાબદારી સંભાળશે.

9. અર્દ્રા અગ્રવાલના સ્થાને રાજેશ મંજુ

સામાન્ય વહીવટ વિભાગનાં સચિવ અર્દ્રા અગ્રવાલની ગેરહાજરીમાં સ્ટેમ્પ્સ અને નોંધણી વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ તથા ઇન્સ્પેક્ટર જનરલ રાજેશ મંજુને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

10. ડૉ. ધવલકુમાર પટેલના સ્થાને ડૉ. હર્ષિત ગોસાવી

ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર ડૉ. ધવલકુમાર કિરીટકુમાર પટેલની ગેરહાજરીમાં ગૃહ વિભાગની કાયદો અને વ્યવસ્થા શાખાના અધિક સચિવ ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી જવાબદારી સંભાળશે.

11. પ્રવીણા ડી. કે.ના સ્થાને ડૉ. કુલદીપ આર્ય

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)નાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણા ડી. કે.ની ગેરહાજરીમાં ડૉ. કુલદીપ આર્યને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

12. વિજયકુમાર લાલુભાઈ ખરાડીના સ્થાને નાગરાજન એમ.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અને મત્સ્યોદ્યોગ કમિશનર વિજયકુમાર લાલુભાઈ ખરાડીની ગેરહાજરીમાં સમગ્ર શિક્ષા, ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર નાગરાજન એમ. જવાબદારી સંભાળશે.

વાઇબ્રન્ટ સમિટ-2027ની તૈયારીઓ વચ્ચે વહીવટી વ્યવસ્થા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર રોકાણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા અને વિદેશી રોકાણકારો સાથે સંપર્ક વધારવા માટે પ્રયાસો કરી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં અધિકારીઓના વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી કામગીરી પર અસર ન પડે તે માટે વધારાના ચાર્જની વ્યવસ્થા કરવામાં આવી છે.

GADના આદેશ મુજબ, સંબંધિત અધિકારીઓની ગેરહાજરી દરમિયાન અન્ય અધિકારીઓ સોંપાયેલી જવાબદારીઓ નિભાવશે. આ વ્યવસ્થાનો હેતુ રાજ્યના વિવિધ વિભાગોની દૈનિક કામગીરી જાળવી રાખવા સાથે સમિટને લગતી તૈયારીઓ આગળ ધપાવવાનો છે.

આમ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ વચ્ચે ગુજરાતના વહીવટી તંત્રમાં જવાબદારીઓની કામચલાઉ વહેંચણી કરવામાં આવી છે.


આ પણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાને પગલે ગુજરાતની વધુ એક નવતર પહેલ- વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ

આ પણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ‘વિકસિત ગુજરાત 2047’ વિઝન ડોક્યુમેન્ટનું કરાયું અનાવરણ

આ પણ વાંચો: અમદાવાદના ગુલબાઈ ટેકરામાં કારની ટક્કરથી 5 વર્ષના બાળકનું મોત