Sport news/ ઓલિમ્પિકની યજમાની માટે ભારતનો હુંકાર, IOC સમક્ષ રજૂ કરશે મજબૂત દાવેદારી; ગુજરાતમાંથી આ લોકો થશે સામેલ

Olympics 2036: ભારત આજે IOC સમક્ષ ઓલિમ્પિકની યજમાની માટે પોતાની દાવેદારી રજૂ કરશે. પ્રેઝન્ટેશનમાં અમદાવાદ અને ગુજરાતની રમતગમતની તૈયારીઓ પર ખાસ ફોકસ રહેશે.

Top Stories Sports
Olympics 2036: IOC સમક્ષ ભારતની દાવેદારી, અમદાવાદ બનશે સંભવિત યજમાન

Sports News: ભારત 2036 ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે પોતાની દાવેદારી વધુ મજબૂત રીતે રજૂ કરવા તૈયાર છે. ભારત આજે સાંજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે (IOC) ના (Future Host Commission) સમક્ષ (Olympics 2036) માટે પોતાની બોલી રજૂ કરશે. આ મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકમાં ભારત તરફથી દેશની રમતગમતની તૈયારીઓ, આધુનિક માળખાગત સુવિધાઓ અને ખાસ કરીને ગુજરાતની સંભાવનાઓ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

2036ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે કુલ છ દેશો દાવેદારીમાં છે. જર્મની દ્વારા કમિશન સમક્ષ પોતાની દાવેદારી પહેલેથી રજૂ કરવામાં આવી છે. હવે ભારત પોતાની તૈયારીઓ અને ક્ષમતાઓ સાથે આ રેસમાં મજબૂતીથી આગળ વધશે.

મનસુખ માંડવિયા કરશે ભારતીય ટીમનું નેતૃત્વ

(Olympics 2036) માટે ભારતના પ્રેઝન્ટેશનનું નેતૃત્વ કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં રમતગમત અને ઓલિમ્પિક ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ ચહેરાઓ સામેલ રહેશે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન એટલે કે IOAના પ્રમુખ પીટી ઉષા પણ આ મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશનનો હિસ્સો રહેશે. તેમના ઉપરાંત ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ ભારતીય ટીમ સાથે જોડાશે.

આ ઉપરાંત ગુજરાત સરકારના અધિકારીઓ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે SAI ના પ્રતિનિધિઓ પણ પ્રેઝન્ટેશનમાં ભાગ લેશે. આથી સ્પષ્ટ છે કે ભારતની દાવેદારીમાં ગુજરાતની રમતગમત અને માળખાગત ક્ષમતાઓને પણ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાંથી હર્ષ સંઘવી પણ પ્રેઝન્ટેશનમાં જોડાશે

(Olympics 2036) ની યજમાની માટે ભારતની દાવેદારીમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ IOC સમક્ષ યોજાનારા પ્રેઝન્ટેશનમાં ભાગ લેશે.

આ ઉપરાંત IOC સભ્ય નીતા અંબાણી પણ વર્ચ્યુઅલ બેઠકમાં જોડાશે. આમ, ભારત તરફથી રમતગમત, સરકાર અને ઓલિમ્પિક ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રતિનિધિઓ એકસાથે પોતાની દાવેદારી રજૂ કરશે.

ભારતીય ટીમ નવી દિલ્હીમાં આવેલી ઓફિસમાંથી ઓનલાઈન પ્રેઝન્ટેશન આપશે. બીજી તરફ IOC ના અધિકારીઓ સ્વિટ્ઝર્લૅન્ડના લુઝાન સ્થિત મુખ્યાલય અથવા પોતાના સંબંધિત સ્થળો પરથી વર્ચ્યુઅલ રીતે બેઠકમાં જોડાશે.

એક કલાક ચાલશે મહત્વપૂર્ણ બેઠક

(IOCના Future Host Commission) સાથે યોજાનારી આ વર્ચ્યુઅલ બેઠક લગભગ એક કલાક સુધી ચાલશે. તેમાં પ્રથમ 20 મિનિટ ભારતના પ્રેઝન્ટેશન માટે નક્કી કરવામાં આવી છે.

આ 20 મિનિટ દરમિયાન ભારત પોતાની રમતગમતની ક્ષમતા, આયોજનની તૈયારી, ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અને (Olympics 2036) માટેની લાંબા ગાળાની યોજના અંગે માહિતી રજૂ કરશે.

ત્યારબાદના 40 મિનિટ પ્રશ્નોત્તરી અને ચર્ચા માટે રાખવામાં આવ્યા છે. આ દરમિયાન IOCના પ્રતિનિધિઓ ભારતની તૈયારીઓ અને ઓલિમ્પિકનું આયોજન કરવાની ક્ષમતા અંગે વિવિધ પ્રશ્નો પૂછી શકે છે.

અમદાવાદ બની શકે છે સંભવિત યજમાન શહેર

2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીમાં અમદાવાદને સંભવિત યજમાન શહેર તરીકે મહત્વ આપવામાં આવી રહ્યું છે. ભારતના પ્રેઝન્ટેશન દરમિયાન અમદાવાદની તૈયારીઓ અને ગુજરાતમાં વિકસાવવામાં આવી રહેલી રમતગમતની માળખાગત સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ચૂકી છે. આ કારણે આગામી વર્ષોમાં શહેરમાં રમતગમત સાથે જોડાયેલી અનેક આધુનિક સુવિધાઓ વિકસિત થવાની સંભાવના છે.

ભારતની દાવેદારીમાં આ બાબતને મહત્વપૂર્ણ ફાયદા તરીકે રજૂ કરવામાં આવી શકે છે. કારણ કે  ઓલિમ્પિક્સ 2036(Olympics 2036) માટે જરૂરી રમતગમતના સ્થળો, ખેલાડીઓ માટેની સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા અને અન્ય માળખાગત વિકાસ માટે લાંબા સમયનો સમય ઉપલબ્ધ રહેશે.

અમદાવાદની તૈયારીઓ પર રહેશે ખાસ ફોકસ

ભારત IOC સમક્ષ પોતાના ભૂતકાળના રમતગમતના આયોજનના અનુભવ ઉપરાંત અમદાવાદની ભવિષ્યની તૈયારીઓ અંગે પણ માહિતી આપશે. 2030 કોમનવેલ્થ ગેમ્સ સુધીમાં અમદાવાદમાં રમતગમતની અનેક આધુનિક સુવિધાઓ તૈયાર થવાની અપેક્ષા છે.

જો 2036ની ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતની દાવેદારી સફળ થાય છે, તો ગુજરાત અને ખાસ કરીને અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ મોટી ઓળખ મળી શકે છે.

ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોત્સવની યજમાનીથી શહેરમાં રમતગમતની સુવિધાઓ ઉપરાંત પરિવહન, હોટેલ, પ્રવાસન અને અન્ય માળખાગત ક્ષેત્રોમાં પણ વિકાસને વેગ મળવાની શક્યતા રહે છે.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે 2036 ઓલિમ્પિક?

(Olympics 2036) ની યજમાની ભારત માટે માત્ર રમતગમતના આયોજન પૂરતી મર્યાદિત નથી. આ દેશ માટે વૈશ્વિક સ્તરે પોતાની રમતગમત ક્ષમતા અને આધુનિક માળખાગત વિકાસ દર્શાવવાની મોટી તક બની શકે છે.

ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે. ઓલિમ્પિકની યજમાની મળવાથી દેશના ખેલાડીઓ માટે વધુ સારી તાલીમ સુવિધાઓ, રમતગમતના માળખામાં રોકાણ અને નવી પ્રતિભાને પ્રોત્સાહન મળવાની સંભાવના ઊભી થઈ શકે છે.

હવે ભારતની નજર (IOC)ના (Future Host Commission) સમક્ષ થનારા પ્રેઝન્ટેશન પર છે. આ બેઠકમાં ભારત પોતાની દાવેદારી કેટલી અસરકારક રીતે રજૂ કરે છે અને અમદાવાદ તથા ગુજરાતની તૈયારીઓને કેવી રીતે રજૂ કરે છે તે મહત્વપૂર્ણ રહેશે.

જો ભારતને (Olympics 2036) ની યજમાની મળે છે, તો તે દેશ માટે ઐતિહાસિક ઉપલબ્ધિ બની શકે છે અને ગુજરાતને પણ આ વૈશ્વિક રમતોત્સવના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક મળી શકે છે.


આ પણ વાંચો:2036 Olympics : અમદાવાદને યજમાન શહેર તરીકે બીડમાં નામ આપવામાં આવ્યું, ભારત સત્તાવાર રીતે સમર ગેમનું આયોજન કરવાની રેશમાં પ્રવેશ્યુ

આ પણ વાંચો:ઓલિમ્પિક 2036 માટે હર્ષ સંઘવી અને અમિત શાહ વચ્ચે આજે દિલ્હીમાં બેઠક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થશે ચર્ચા

આ પણ વાંચો:2036 ઓલિમ્પિક ભારતે લાવવાનો લક્ષ્ય, ગુજરાતથી જીતાશે 10 મેડલ: જય શાહ