gujrat news/ મોંઘવારીનો વધુ એક ઝટકો, Torrent Power એ વધાર્યો ફ્યુઅલ સરચાર્જ

Torrent Power Fuel Surcharge: અમદાવાદ અને સુરતના વીજ ગ્રાહકો માટે ફ્યુઅલ સરચાર્જ વધારાયો છે. અમદાવાદમાં 29 પૈસા અને સુરતમાં 34 પૈસા પ્રતિ યુનિટનો વધારો કરાયો.

Top Stories Ahmedabad Gujarat Surat
Torrent Power Fuel Surcharge: Ahmedabad-Suratમાં વીજળી મોંઘી, પ્રતિ યુનિટ 34 પૈસા સુધી વધારો

Gujarat News: અમદાવાદ અને સુરતના વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. (Torrent Power) દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે નવા દર લાગુ કરવામાં આવ્યા છે. આ વધારાને કારણે બંને શહેરોના અંદાજે 43 લાખ વીજ ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડશે.

અમદાવાદમાં પ્રતિ યુનિટ 29 પૈસાનો વધારો

અમદાવાદમાં  (Ahmedabad) ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ. 3.72થી વધારીને રૂ. 4.01 કરવામાં આવ્યો છે. એટલે કે હવે વીજ ગ્રાહકોએ પ્રતિ યુનિટ 29 પૈસા વધુ ચૂકવવા પડશે. નવા દર ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે લાગુ કરવામાં આવ્યા છે.

Torrent Power Fuel Surcharge: Ahmedabad-Suratમાં વીજળી મોંઘી, પ્રતિ યુનિટ 34 પૈસા સુધી વધારો
Torrent Power Fuel Surcharge: Ahmedabad-Suratમાં વીજળી મોંઘી, પ્રતિ યુનિટ 34 પૈસા સુધી વધારો

સુરતમાં પ્રતિ યુનિટ 34 પૈસાનો વધારો

સુરત (Surat)ના વીજ ગ્રાહકો માટે પણ (Fuel Surcharge) માં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે આગામી વીજ બિલમાં વધારાનો બોજ જોવા મળી શકે છે. સુરતમાં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.44થી વધારીને રૂ. 2.78 કરવામાં આવ્યો છે. એટલે કે સુરતના ગ્રાહકો માટે પ્રતિ યુનિટ 34 પૈસાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે.

ફ્યુઅલ સરચાર્જમાં થયેલા આ વધારાની સીધી અસર (Surat Electricity Bill) પર જોવા મળશે. એટલે કે વીજળીનો વપરાશ જેટલો વધુ હશે, તેટલી જ વધેલા સરચાર્જને કારણે બિલની રકમમાં પણ વધારો થઈ શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે લાગુ કરાયેલા નવા દર મુજબ હવે સુરતના વીજ ગ્રાહકોએ વીજ વપરાશ ઉપરાંત વધેલો (Fuel Surcharge) પણ ચૂકવવો પડશે.

આ વધારાને કારણે ખાસ કરીને વધુ વીજળીનો વપરાશ કરતા ઘરેલુ અને અન્ય ગ્રાહકોના માસિક વીજ બિલમાં વધારાની અસર જોવા મળી શકે છે. (Surat Electricity Bill ) માં ફ્યુઅલ સરચાર્જના નવા દરનો સમાવેશ થવાથી ગ્રાહકોના વીજ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

43 લાખ વીજ ગ્રાહકો પર વધારાનો બોજ

ટોરેન્ટ પાવર (Torrent Power) ના આ નિર્ણયથી અમદાવાદ અને સુરતના અંદાજે 43 લાખ વીજ ગ્રાહકો ના વીજ બિલમાં વધારો થશે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન લાગુ થયેલા નવા દર મુજબ હવે ગ્રાહકોએ વીજ વપરાશની સાથે વધેલો ફ્યુઅલ સરચાર્જ પણ ચૂકવવો પડશે.

ફ્યુઅલ સરચાર્જમાં થયેલા આ વધારાને કારણે વીજ ગ્રાહકોના માસિક બિલ પર વધારાનો ખર્ચ આવશે. ખાસ કરીને વધુ વીજ વપરાશ કરતા ગ્રાહકોને આ વધારાની સીધી અસર જોવા મળી શકે છે.


આ પણ વાંચો : અમદાવાદમાં તૈયાર થશે પ્રથમ એરફિલ્ડ રબર ટાઈપ બેરેજ, જાણો ખર્ચો અને તેની વિશેષતા

આ પણ વાંચો : ટોરન્ટ પાવર રીન્યુએબલ એનર્જીમાં રૂ. 64,000 કરોડથી વધુ રોકાણ કરશે

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં ગોચર જમીનનો ખાનગી કંપનીએ સોથ વાળ્યો