Jamnagar News/ રસ્તો ન મળ્યો તો વાડીમાં જ કરાવી પ્રસૂતિ: જામનગરમાં 108ની ટીમની સમયસૂચક કામગીરી

જામનગરના અલીયાબાડામાં રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ (Jamnagar 108 Ambulance) વાડી સુધી પહોંચી ન શકતાં ટીમે સ્થળ પર પ્રસૂતિ કરાવી. મહિલાએ 2.7 કિલોના પુત્રને જન્મ આપ્યો.

Gujarat Top Stories Breaking News
Jamnagar 108 Ambulance ટીમે વાડીમાં કરાવી પ્રસૂતિ

Jamnagar News: જામનગર નજીક અલીયાબાડા ગામના Aliyabada Village) વાડી વિસ્તારમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ મહિલાના ઘર સુધી પહોંચી શકી નહોતી. આવી સ્થિતિમાં 108ની ટીમે (Jamnagar 108 Ambulance) સ્થળ પર જ મહિલાની પ્રસૂતિ (Emergency Delivery) કરાવી હતી. મહિલાએ 2.7 કિલો વજનના સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળકને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

મુખ્ય રસ્તાથી 500 મીટર અંદર વાડી, રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ન પહોંચી

મળતી વિગતો અનુસાર, મહિલાની વાડી મુખ્ય રસ્તાથી અંદાજે 500 મીટર અંદર આવેલી છે. વાડી સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી 108ની એમ્બ્યુલન્સ ત્યાં સુધી જઈ શકી નહોતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 108ની ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.

Jamnagar 108 Ambulance: માતાએ 2.7 કિલોના પુત્રને જન્મ આપ્યો

108ની ટીમે સ્થળ પર જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ 2.7 કિલો વજનના પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને બાળકને વધુ સારવાર અને દેખરેખ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો: તાપીના નિઝર નજીક અકસ્માત, ટ્રાવેલ્સ અને વેગનઆર કાર વચ્ચે ટક્કર થતા બે યુવકોનાં ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક ઝટકો, Torrent Power એ વધાર્યો ફ્યુઅલ સરચાર્જ

આ પણ વાંચો: એમ.એસ. યુનિવર્સિટી ફરી વિવાદમાં, પૂર્વ વિદ્યાર્થીના જાતિવાદના ગંભીર આક્ષેપોથી ખળભળાટ