Surat News/ સુરતમાં ગુમ થયેલી 17 વર્ષની તરુણીનો ખાડીમાંથી મૃતદેહ મળ્યો

સુરતના સચિન વિસ્તારમાં બે દિવસથી ગુમ 17 વર્ષીય તરુણીનો કનસાડ નજીકની ખાડીમાંથી મૃતદેહ (Missing Girl Surat) મળ્યો. ગળાના ભાગે ઈજાના નિશાનની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ.

Top Stories Gujarat Surat Breaking News
Missing Girl Surat: 17 વર્ષીય તરુણીનો ખાડીમાંથી મૃતદેહ મળ્યો

Surat News: સુરતના સચિન વિસ્તારમાં બે દિવસ પહેલાં ગુમ થયેલી 17 વર્ષીય તરુણીનો (Missing Girl Surat) મૃતદેહ કનસાડ (Kansad) ગામ નજીક આવેલી કોયલી ખાડીમાંથી મળી (Girl Body Found) આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાની ચર્ચા વચ્ચે પોલીસે હત્યા કે આત્મહત્યા સહિતના તમામ પાસાંથી તપાસ શરૂ કરી છે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેના આધારે મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Missing Girl Surat: બે દિવસ પહેલાં ઘરેથી ગુમ થઈ હતી તરુણી

મળતી વિગતો અનુસાર, સચિનના લાજપોર વિસ્તારમાં આવેલા મદીના પાર્કમાં રહેતા મોહમ્મદ ઝાકિર અન્સારીની 17 વર્ષીય પુત્રી ઈરફત બે દિવસ પહેલાં રહસ્યમય સંજોગોમાં (Surat Police Investigation) ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો.

રાહદારીને ખાડીમાં મૃતદેહ દેખાતાં જાણ કરાઈ

આજે સચિનના કનસાડ ગામ નજીકથી પસાર થતી કોયલી ખાડીના પાણીમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ રાહદારીને થઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો.

પોલીસે તપાસ કરતાં મૃતદેહ બે દિવસથી ગુમ થયેલી ઈરફતનો હોવાનું ઓળખાયું હતું. આ સમાચાર મળતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ગળા પર ઈજાના નિશાનની ચર્ચા, પોસ્ટમોર્ટમ બાદ ખુલશે રહસ્ય

પ્રાથમિક તપાસ દરમિયાન તરુણીના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાની ચર્ચા સામે આવી છે. આ બાબતને પગલે તેની હત્યા કરીને મૃતદેહ ખાડીમાં ફેંકી દેવાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ નિષ્કર્ષ સામે આવ્યો નથી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે જ ઈરફતનું મોત હત્યા છે કે આત્મહત્યા તે સ્પષ્ટ થઈ શકશે.

પિતાના દુબઈમાં નોકરી કરતા હોવાની માહિતી

મૃતક ઈરફતના પિતા મોહમ્મદ ઝાકિર અન્સારી દુબઈમાં નોકરી કરે છે. પરિવારમાં ઈરફત ઉપરાંત અન્ય ત્રણ ભાઈ-બહેન છે. દીકરીનો મૃતદેહ મળી આવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.


આ પણ વાંચો: સુરતથી ગુમ થયેલી 3 સગીરાઓ ઈટારસી સ્ટેશનેથી મળી

આ પણ વાંચો: વડોદરામાં ગુમ થયેલી યુવતીને શોધવા ગયેલા કુટુંબીઓ પર ગોળીબાર, એકને ઇજા

આ પણ વાંચો: ગર્લ્સ હોમમાંથી ગુમ થયેલી 26 છોકરીઓ મળી આવી, જાણો ક્યાં અને કેવી રીતે મળી આવી