Morbi News/ મોરબીના જેતપરમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની લડત તેજ, 10 જાન્યુઆરીએ કિસાન અધિકાર મહાપંચાયત

Power Line Protest: મોરબીના જેતપરમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની લડત તેજ, 10 જાન્યુઆરીએ કિસાન અધિકાર મહાપંચાયત બોલાવાશે

Gujarat Others Breaking News
power line protest

Morbi News: જિલ્લાના જેતપરમાં વીજ લાઈનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોની લડત (Power Line Protest)હવે તેજ બની છે. છેલ્લા 6 મહિનાથી ખેડૂતોનું આંદોલન યથાવત છે, અને હવે 10 જાન્યુઆરીએ જેતપરમાં મહાપંચાયત યોજાવાની છે.

Power Line Protest: 10 જાન્યુઆરીએ કિસાન અધિકાર મહાપંચાયત

ખેડૂતો દ્વારા 10 જાન્યુઆરીએ જેતપરમાં કિસાન અધિકાર મહાપંચાયત (Kisan Adhikar Mahapanchayat)નું આયોજન કરાયું છે. આ મહાપંચાયતમાં 2 લાખ ખેડૂતો જોડાવાનો દાવો કરવામાં આવ્યો છે. વીજ લાઈનના યોગ્ય વળતર (Power Line Compensation)ની માંગ સાથે ખેડૂતો છેલ્લા 6 મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે.

જગદીશ કોટડિયાની મધ્યસ્થી છતાં વાટાઘાટો નિષ્ફળ

આ મામલે એક ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન જગદીશ કોટડિયા (Jagdish Kotadiya)એ મધ્યસ્થી કરી હતી. જોકે તેમની મધ્યસ્થી છતાં વાટાઘાટો નિષ્ફળ રહી હતી અને ખેડૂતોની માંગનો ઉકેલ આવ્યો નથી.

જલદ આંદોલનની ચીમકી

ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને યોગ્ય વળતર નહીં મળે તો જલદ આંદોલન કરવામાં આવશે. ખેડૂતોનો વિરોધ (Farmers Protest) માત્ર મોરબી પૂરતો સીમિત નહીં રહે, ગુજરાતની આ લડતને દેશભરમાં પહોંચાડવાની પણ તેમણે ચીમકી આપી છે.


આ પણ વાંચો: વીજ લાઈન વળતર વિવાદ: કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાનો સરકાર પર પ્રહાર, ‘પહેલા પોલિસી બનાવો પછી કામ શરૂ કરો’

આ પણ વાંચો: “હક્ક લઈને જ ઝંપીશું”! હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોનો સચિવાલયમાં હલ્લાબોલ

આ પણ વાંચો: દિયોદર લાખણી તાલુકાના ખેડૂતોની વીજ લાઈન મુદ્દે બનાસકાંઠા કલેકટરને રજુઆત