Business News/ સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી, ચાંદી ₹1.50 લાખને પાર, સોનું પણ ₹2,515 મોંઘું

છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price)સતત ઘટાડા બાદ હવે બુલિયન માર્કેટમાં (Bullion Market)જોરદાર વાપસી જોવા મળી રહી છે

Top Stories Business
છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price)સતત ઘટાડા બાદ હવે બુલિયન માર્કેટમાં (Bullion Market)જોરદાર વાપસી જોવા મળી રહી છે

Business News : છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં (Gold Silver Price)સતત ઘટાડા બાદ હવે બુલિયન માર્કેટમાં (Bullion Market)જોરદાર વાપસી જોવા મળી રહી છે. ગુરુવાર અને શુક્રવારે વાયદા બજાર (MCX)માં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ચાંદી એક જ સત્રમાં ₹6,292 સુધી મોંઘી થઈ ફરી ₹1.50 લાખ પ્રતિ કિલોની સપાટી પાર કરી ગઈ છે. બીજી તરફ સોનાના ભાવમાં (Gold Rate)પણ ₹2,515નો ઉછાળો જોવા મળ્યો છે. નીચા ભાવે ખરીદી વધતાં બજારમાં ફરી તેજીનો માહોલ સર્જાયો છે.

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો

વાયદા બજારમાં સોનાના ભાવમાં મજબૂત રિકવરી નોંધાઈ છે. અગાઉના સત્રમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,22,272 પર બંધ થયો હતો. ત્યારબાદ શુક્રવારે બજાર ખુલતાં જ સોનામાં ખરીદી જોવા મળી હતી. સોનું ₹1,24,300ના ભાવે ખુલ્યું હતું અને દિવસ દરમિયાન વધીને ₹1,24,787ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

 

આ રીતે અગાઉના બંધ ભાવની સરખામણીમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹2,515નો ઉછાળો (Gold Rate)નોંધાયો છે. દિવસ દરમિયાન સોનાનો સૌથી નીચો ભાવ ₹1,23,779 રહ્યો હતો. સતત ઘટાડા બાદ આવેલી આ તેજીએ રોકાણકારોનું ધ્યાન ફરી કિંમતી ધાતુઓ તરફ ખેંચ્યું છે.

ચાંદી ફરી ₹1.50 લાખને પાર 

ચાંદીના ભાવમાં (Silver Price Today)સોના કરતાં પણ વધુ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અગાઉના સત્રમાં પ્રતિ કિલો ₹1,45,843 પર બંધ થયેલી ચાંદી શુક્રવારે ₹1,51,676ના ભાવે ખુલી હતી. ત્યારબાદ ખરીદી વધતાં ભાવ વધીને ₹1,52,135ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

આમ, અગાઉના બંધ ભાવની સરખામણીમાં ચાંદી પ્રતિ કિલો ₹6,292 મોંઘી (Silver Rate)થઈ છે. છેલ્લા કેટલાક દિવસોના ઘટાડા બાદ ચાંદીમાં આવેલી આ તેજી બજાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ફરી ₹1.50 લાખની સપાટી પાર થતાં રોકાણકારો અને ચાંદીના વેપારીઓમાં હલચલ જોવા મળી રહી છે.

સોના-ચાંદીમાં તેજી આવવાનાં 3 મુખ્ય કારણો

કિંમતી ધાતુઓમાં અચાનક આવેલી તેજી પાછળ અનેક પરિબળો જવાબદાર માનવામાં આવે છે. તેમાં સૌથી મહત્ત્વનું કારણ નીચા ભાવે ખરીદી એટલે કે વેલ્યુ બાઇંગ છે. અગાઉના દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાતાં રોકાણકારોએ નીચા સ્તરે ખરીદી કરવાની તક ઝડપી હતી. પરિણામે બજારમાં ખરીદીનું દબાણ વધ્યું હતું.

બીજું કારણ મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ છે. વૈશ્વિક સ્તરે રાજકીય અને સૈન્ય અનિશ્ચિતતા વધે ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોના તરફ વળતા હોય છે. આવી સ્થિતિમાં સોનાની માંગને ટેકો મળી શકે છે.

ત્રીજું કારણ સ્થાનિક બજારમાં વધેલી માંગ છે. ભાવ ઘટ્યા બાદ જ્વેલર્સ અને ગ્રાહકો તરફથી ખરીદીમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે. આ પરિબળોએ પણ કિંમતી ધાતુઓના ભાવને ટેકો આપ્યો છે.

શું સોના-ચાંદીમાં તેજી આગળ પણ યથાવત્ રહેશે?

છેલ્લા કેટલાક સત્રોમાં થયેલા ઘટાડા બાદ સોના અને ચાંદીમાં આવેલી આ રિકવરીએ બજારમાં નવી ચર્ચા શરૂ કરી છે. જોકે, કિંમતી ધાતુઓના ભાવમાં આગળ પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારના સંકેતો, ડોલરની સ્થિતિ, ભૂરાજકીય ઘટનાક્રમ અને સ્થાનિક માંગ પર હવે રોકાણકારોની નજર રહેશે. તેથી ખરીદી કે રોકાણનો નિર્ણય લેતા પહેલાં બજારની સ્થિતિ અને જોખમનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.


આ પણ વાંચો: સોનું-ચાંદીના ભાવમાં મોટો કડાકો! 10 મહિનામાં સોનું ₹70 હજાર સસ્તું

આ પણ વાંચો:સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો અમદાવાદ સહિત દેશનાં મોટા શહેરોના નવા ભાવ

આ પણ વાંચો:સોનું-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, એક જ દિવસમાં સોનું ₹1,833 અને ચાંદી ₹5,281 મોંઘી