West Bengal News/ બિસ્લેરીના પાણીમાં ફરી ખામી સામે આવી, બેક્ટેરિયા મળતાં FSSAIની કડક કાર્યવાહી

Bisleri Water: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિસ્લેરીના પાણીના સેમ્પલમાં કોલિફોર્મ બેક્ટેરિયા મળતાં FSSAIએ કાર્યવાહી કરી છે. એક બેચના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Top Stories India
Bisleri Water: બિસ્લેરીના પાણીમાં બેક્ટેરિયા મળતાં મોટો ખુલાસો, 1 બેચના વેચાણ પર પ્રતિબંધ

West Bengal News: જાણીતી પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરી ફરી વિવાદમાં આવી (Bisleri Water) છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં કંપનીના પાણીના સેમ્પલમાં કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા છે. પ્રાથમિક અને રેફરલ બંને લેબોરેટરીમાં આ વાતની પુષ્ટિ થયા બાદ ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.

આ પહેલાં ગોવામાં પણ બિસ્લેરીના પાણીના સેમ્પલમાં બ્રોમેટ અને પોલીન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન (PAH) જેવા કેન્સર સાથે સંકળાયેલા રસાયણો મળી આવ્યા (Water Quality) હતા. તે મામલે પણ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

Bisleri Water: બિસ્લેરીની એક બેચના વેચાણ પર પ્રતિબંધ

FSSAIએ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી સ્થિત બિસ્લેરીના પ્લાન્ટમાંથી બેચ નંબર PB 201ના પાણીનો નમૂનો તપાસ માટે લીધો હતો. આ બેચનું ઉત્પાદન 20 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું અને તેની એક્સપાયરી તારીખ 19 જાન્યુઆરી, 2027 હતી.

બે અલગ-અલગ લેબોરેટરીમાં તપાસ દરમિયાન કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરીની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ 12 ઓગસ્ટ, 2026ના રોજ આ બેચના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કોલિફોર્મ બેક્ટેરિયા ગટરના પાણી અથવા દૂષિત પાઈપલાઈન મારફતે પીવાના પાણીમાં પ્રવેશી શકે છે. જોકે, આ કાર્યવાહી બિસ્લેરીના માત્ર એક બેચ (PB 201) સામે કરવામાં આવી છે.

Bisleri Water: બિસ્લેરીના પાણીમાં બેક્ટેરિયા મળતાં મોટો ખુલાસો, 1 બેચના વેચાણ પર પ્રતિબંધ
Bisleri Water: બિસ્લેરીના પાણીમાં બેક્ટેરિયા મળતાં મોટો ખુલાસો, 1 બેચના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં પાણીના નમૂનાઓની તપાસ

FSSAIના CEO રજિત પુનહાનીએ જણાવ્યું હતું કે દેશભરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (Packaged Drinking Water)ના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે. આ તપાસ આગામી એકથી બે મહિનામાં પૂર્ણ થવાની આશા છે.

તેમણે કહ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ કંપનીઓ પાસે ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવવાનો છે, લોકોમાં ભય ફેલાવવાનો નથી.

FSSAIએ તમામ રાજ્યોના ખાદ્ય સુરક્ષા અધિકારીઓને પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટરની તપાસ વધારવા સૂચના આપી છે. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

Bisleri Water: બિસ્લેરીના પાણીમાં બેક્ટેરિયા મળતાં મોટો ખુલાસો, 1 બેચના વેચાણ પર પ્રતિબંધ
Bisleri Water: બિસ્લેરીના પાણીમાં બેક્ટેરિયા મળતાં મોટો ખુલાસો, 1 બેચના વેચાણ પર પ્રતિબંધ

બિસ્લેરીએ શું કહ્યું?

આ મામલે બિસ્લેરીએ પોતાના પાણીની ગુણવત્તાને સુરક્ષિત ગણાવી છે. કંપનીએ જણાવ્યું છે કે તે FSSAIની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.

કંપનીના જણાવ્યા અનુસાર, પાણી તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન 10 તબક્કામાં 90થી વધુ વખત ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે. બિસ્લેરીએ કહ્યું કે ગ્રાહકો માટે પાણીની સુરક્ષા તેની પ્રથમ પ્રાથમિકતા છે.


આ પણ વાંચો: બિસ્લેરી વિવાદ વચ્ચે FSSAIનું મોટું એક્શન! દેશભરની તમામ બ્રાન્ડના પાણીની તપાસ શરૂ, 1-2 મહિનામાં આવશે રિપોર્ટ

આ પણ વાંચો: બિસ્લેરીના પાણીના સેમ્પલમાં જોખમી તત્ત્વો મળ્યાં! બે લેબ ટેસ્ટમાં નિષ્ફળતા બાદ FSSAIની મોટી કાર્યવાહી

આ પણ વાંચો: બિસલેરીના પાણીમાં PAH મળ્યાનો FSSAIનો દાવો, કંપની કહ્યું પાણી સંપૂર્ણ સુરક્ષિત