National News: ઉત્તર પ્રદેશ સરકારનાં મંત્રી (UP Minister) બેબી રાની મૌર્ય લાંચ અંગેના એક નિવેદનને (Baby Rani Maurya Statement) કારણે ચર્ચામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે 2,000થી 2,500 રૂપિયા લેવા એ ભ્રષ્ટાચાર ગણાય નહીં, કારણ કે સરકારી દસ્તાવેજો (Bribery Remark) તૈયાર કરવાની પ્રક્રિયામાં આવો ખર્ચ થઈ શકે છે. હાથરસના રામનપુર વિસ્તારમાં યોજાયેલી ‘જન ચોપાલ’ દરમિયાન એક મહિલાએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો લાભ (PM Awas Yojana Bribe) અપાવવાના બદલામાં નગરપાલિકાના કર્મચારી પર લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો.
Baby Rani Maurya Statement: ‘2,000થી 2,500 રૂપિયા લેવા ભ્રષ્ટાચાર નથી’
મહિલાની ફરિયાદ અંગે પત્રકારોએ બેબી રાની મૌર્યને સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે શક્ય છે કે આ લાંચ ન હોય, પરંતુ દસ્તાવેજો તૈયાર કરવા માટે લેવામાં આવેલા પૈસા હોય. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 2,000થી 2,500 રૂપિયા લેવા એ ભ્રષ્ટાચાર નથી. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલી રકમ લેવી ભ્રષ્ટાચાર ગણાય, ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘મને કેવી રીતે ખબર હોય?’
‘દસ્તાવેજો તૈયાર કરવા કોઈએ પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા જોઈએ?’
મંત્રી બેબી રાની મૌર્યએ ફરિયાદના સંદર્ભમાં કહ્યું કે ઘણા લોકો પાસે જરૂરી દસ્તાવેજો અધૂરા હોય છે. તેમણે સવાલ કર્યો કે આવા દસ્તાવેજો તૈયાર કરવા માટે શું કોઈએ પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા જોઈએ?
જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો ખરેખર 2,000થી 2,500 રૂપિયા લાંચ તરીકે લેવામાં આવ્યા હોય તો આ મામલે તપાસ કરવામાં આવશે.
નોંધનીય છે કે બેબી રાની મૌર્ય યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ઉત્તર પ્રદેશ સરકારમાં મહિલા કલ્યાણ, બાળ વિકાસ અને પોષણ મંત્રી તરીકે કાર્યરત છે. લાંચ અંગેની તેમની આ ટિપ્પણીને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં વધારો: શહેરી વિકાસ વિભાગ સામે 1,275 ફરિયાદો
આ પણ વાંચો: કેસમાંથી નામ હટાવવા માટે ગાય, કૂતરા અને ફર્નિચરની માગ? UPના દરોગા સામે ભ્રષ્ટાચારનો કેસ
