Gandhinagar News/ ગાંધીનગરમાં ગાંજાના કેસમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના ભત્રીજાઓનાં નામ સામે આવ્યાં

ગાંધીનગરના ધોળાકુવાના ઠાકોરવાસમાં ઇન્ફોસિટી પોલીસે દરોડો પાડી રૂ. 1.62 લાખનો મુદ્દામાલ (Gandhinagar Ganja Network) જપ્ત કર્યો. એક આરોપી ઝડપાયો, બે ફરાર.

Gandhinagar Top Stories Gujarat Breaking News
Gandhinagar Ganja Network: 1 આરોપી ઝડપાયો, બે ફરાર

Gandhinagar News: ગાંધીનગરના ધોળાકુવા ગામમાં ગાંજાના વેચાણના નેટવર્કનો (Gandhinagar Ganja Network) ઇન્ફોસિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. ઠાકોરવાસ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને પોલીસે 3 કિલો 141 ગ્રામ ગાંજો સહિત કુલ રૂ. 1.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર સવિતાબેન હેમતાજી ઠાકોરના ભત્રીજાઓનાં નામ સામે આવ્યાં છે. પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે અન્ય બે આરોપી ફરાર છે.

મકાનમાં નાની-નાની પડીકીઓ બનાવી ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી

ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ (Infocity Police Raid) મથકના PIને બાતમી મળી હતી કે ધોળાકુવાના (Dholakuva Ganja Case) ઠાકોરવાસમાં રહેતા અનિલ ઉર્ફે પિન્ટુ નાથાજી ઠાકોર, નિકુલ નાથાજી ઠાકોર અને અમિત વિષ્ણુજી ઠાકોર પોતાના કબજાના મકાનમાં ગાંજાની નાની-નાની પડીકીઓ બનાવી તેનું વેચાણ કરે છે.

આ બાતમીના આધારે પોલીસે FSL અધિકારીની હાજરીમાં ધોળાકુવા ગામના ઠાકોરવાસ સ્થિત મકાન નંબર 284માં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન મકાનમાંથી 22 વર્ષીય અમિત વિષ્ણુજી ઠાકોર હાજર મળી આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

Gandhinagar Ganja Network: FSLની તપાસમાં 3 કિલોથી વધુ ગાંજો મળી આવ્યો

પોલીસે આરોપીને સાથે રાખીને મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન લીલા રંગના પીપમાંથી વાદળી અને કાળા રંગનો ‘સફારી’ લખેલો થેલો મળી આવ્યો હતો. થેલાની તપાસ કરતાં ખાખી ટેપ વીંટાળેલું પ્લાસ્ટિક અને પાંચ પડીકીઓમાં ભરેલો ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો.

સ્થળ પર હાજર FSL અધિકારીએ પરીક્ષણ કરતાં આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. બાદમાં તેનું વજન કરવામાં આવતાં 3 કિલો 141 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 1.57 લાખ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાંજાનો જથ્થો અને મકાન નંબર 284નું ઇલેક્ટ્રિકલ બિલ સહિત કુલ રૂ. 1.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પૂર્વ મહિલા કોર્પોરેટરના ભત્રીજાઓનાં નામ સામે આવ્યાં: PI

આ મામલે PI શાહના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં ગાંજાના વેપાર સાથે સંકળાયેલા ત્રણેય શખસ ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર સવિતાબેન હેમતાજી ઠાકોરના ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા અમિતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે અનિલ ઉર્ફે પિન્ટુ અને નિકુલ તેના મોટાબાપાના દીકરા થાય છે.

અમિતે ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્રણેય સાથે મળીને ગાંજાની નાની-નાની પડીકીઓ બનાવી તેનું વેચાણ કરતા હોવાનું કબૂલ્યું હતું. હાલ પોલીસે અમિતની ધરપકડ કરી છે, જ્યારે અનિલ ઉર્ફે પિન્ટુ અને નિકુલને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર નેટવર્ક અંગે પોલીસની વધુ તપાસ ચાલુ છે.

રાજકીય પરિવાર સાથે જોડાયેલા નામો સામે આવતાં આ પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું છે. ગાંજાના જથ્થાના સ્ત્રોત અને વેચાણના નેટવર્ક અંગે પોલીસની તપાસમાં આગળ શું વિગતો સામે આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ગાંજાના નેટવર્ક સામે કાર્યવાહી, એકસાથે પાંચ સ્થળોએ દરોડા કરી છ આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં ગાંજાના આરોપીઓ સામે તંત્રની કાર્યવાહી, સરકારી જમીન પરનાં મકાનો તોડી પડાયાં

આ પણ વાંચો: અમદાવાદમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: રાજસ્થાનથી આવતો હતો જથ્થો, ત્રણ યુવકો ઝડપાયા