Gandhinagar News/ ગાંધીનગરના ડભોડના શાહપુર ગામ નજીકથી SOGએ 168 ગ્રામ અફીણ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપ્યો

ધીનગરના ડભોના શાહપુર ગામ નજીક SOGનો દરોડો, 168 ગ્રામ અફીણ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, કુલ રૂ.94,200નો મુદ્દામાલ જપ્ત

Gandhinagar Gujarat Breaking News
SOG

Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં નશીલા પદાર્થો સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. SOGની ટીમે ડભોડના શાહપુર ગામ નજીક દરોડો પાડી 168 ગ્રામ અફીણ (Opium) સાથે એક શખ્સને ઝડપી લીધો છે. ઝડપાયેલો શખ્સ રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ડભોડના શાહપુર ગામ નજીક SOGનો દરોડો

બાતમીના આધારે ગાંધીનગર એસઓજીની ટીમે ડભોડ (Dabhoda)ના શાહપુર ગામ નજીક દરોડો પાડ્યો હતો. આ દરમિયાન રાજસ્થાનનો એક શખ્સ અફીણ સાથે પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી મળેલા અફીણની કિંમત રૂ.84 હજાર આંકી છે.

રૂ.94,200નો મુદ્દામાલ જપ્ત

પોલીસે અફીણ ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ અને વજનકાંટા સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આમ, કુલ રૂ.94,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વજનકાંટા મળી આવતાં અફીણનું છૂટક વેચાણ કરવાની પ્રવૃત્તિ હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે.

આ મામલે ડભોડ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે NDPS એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રાજસ્થાન (Rajasthan)થી અફીણ કોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનું હતું.


આ પણ વાંચો:ગોધરાના કંથુથાંભલામાં ગાંજાના 502 લીલાછમ છોડનું ખેતર ઝડપાયું, રૂ.4.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો:વડોદરાના તાંદલજામાં ANTFનો દરોડો, 4.463 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા

આ પણ વાંચો: