india news/ સીમાંકન બિલ પર સ્ટાલિનને મનાવવા રાહુલ-સોનિયા ચેન્નાઈ પહોંચ્યાં, બેઠક પહેલાં હોસ્પિટલ ગયા DMK પ્રમુખ

સીમાંકન બિલ મુદ્દે DMKનું વલણ બદલાવવા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મમતા બેનર્જી સહિતના વિપક્ષી નેતાઓ ચેન્નાઈ પહોંચ્યા. બેઠક પહેલાં સ્ટાલિન માતાને મળવા (INDIA Bloc Meeting) હોસ્પિટલ ગયા.

Top Stories India Breaking News
INDIA Bloc Meeting: સ્ટાલિનને મળવા રાહુલ-સોનિયા ચેન્નાઈ પહોંચ્યાં

National News: સીમાંકન બિલના મુદ્દે DMKનું વલણ બદલાવવા માટે INDIA ગઠબંધનના વિપક્ષી નેતાઓએ પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને TMC પ્રમુખ મમતા બેનર્જી સહિતના વરિષ્ઠ નેતાઓ રવિવારે ચેન્નાઈ પહોંચ્યા હતા. તેઓ DMK પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથે મુલાકાત કરીને સીમાંકન બિલનો વિરોધ કરવા સમર્થન મેળવવાના હતા.

જોકે, વિપક્ષી નેતાઓ સાથેની બેઠક પહેલાં જ એમ.કે. સ્ટાલિન પોતાના નિવાસસ્થાનેથી માતાને મળવા હોસ્પિટલ જવા રવાના થયા હતા. આ ઘટનાને પગલે INDIA ગઠબંધનના નેતાઓ સાથે તેમની બેઠક યોજાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરે 3 વાગ્યે સ્ટાલિન અને વિપક્ષી નેતાઓ વચ્ચે બેઠક યોજાવાની હતી.

INDIA Bloc Meeting: રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આપી બેઠકની માહિતી

રાહુલ ગાંધીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે INDIA ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ એમ.કે. સ્ટાલિન સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં તેઓ સ્ટાલિનને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલનો વિરોધ કરવા DMK તરફથી સમર્થન આપવાની અપીલ કરશે.

રાહુલ ગાંધીએ લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 850 કરવાની કેન્દ્ર સરકારની દરખાસ્ત સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે, આ પગલું લોકશાહી વ્યવસ્થાને નબળી પાડી શકે છે. બીજી તરફ, DMK અગાઉથી જ સીમાંકન બિલના મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન આપવાનો નિર્ણય કરી ચૂકી છે.

રાહુલની પોસ્ટ પર સ્ટાલિને આપ્યો જવાબ

રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં એમ.કે. સ્ટાલિનને ‘ભાઈ’ કહીને સંબોધ્યા હતા. તેમણે દેશના હિત, તમિલનાડુના હિતો અને બંધારણની રક્ષા માટે આ બિલ વિરુદ્ધ તમામ પક્ષોએ એકજૂથ થઈને લડવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધીની પોસ્ટના જવાબમાં સ્ટાલિને જણાવ્યું હતું કે DMK હંમેશા તમિલનાડુ અને ત્યાંના લોકોના હિતોને સર્વોચ્ચ સ્થાન આપશે.


આ પણ વાંચો: રાહુલે કહ્યું, સીમાંકન બિલ લોકશાહીનો અંત લાવશે, ભાજપ ચૂંટણી નકશો બદલી પોતાનો ફાયદો ઇચ્છે છે

આ પણ વાંચો: ખડગેના નિવાસસ્થાને ઈન્ડિયા ગઠબંધનની બેઠક, સીમાંકન બિલ મુદ્દે સરકાર સામે મોરચો માંડવાની રણનીતિ ઘડાઈ

આ પણ વાંચો: સુપ્રિયા સુલે બનશે કેન્દ્રીય મંત્રી? સીમાંકન બિલ પર NCP(SP)ના સમર્થન બાદ રાજકીય ચર્ચા તેજ