New Delhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો છે કે ભાજપ સીમાંકન(Delimitation Bill) દ્વારા દેશનો ચૂંટણી નકશો ફરીથી બનાવી રાજકીય ફાયદો મેળવવા માગે છે. તેમણે સવાલ કર્યો કે આ અધિકાર ભાજપને કોણે આપ્યો. રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં સીમાંકન બિલ ભારતીય લોકશાહીનો અંત લાવશે તેવો દાવો કર્યો હતો.
Delimitation Bill : 850 બેઠકોના નવા વિચારનો વિરોધ

રાહુલ ગાંધીએ કહ્યું કે હવે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 850 બેઠકોનો નવો વિચાર લઈને આવ્યા છે, જે ભારતીય લોકશાહીને ખતમ કરી દેશે. તેમણે દાવો કર્યો કે Gen-Z માને છે કે દેશમાં વોટ ચોરી થઈ રહી છે. ભાજપ (BJP) પર નિશાન સાધતા તેમણે ચૂંટણી નકશો બદલવાના પ્રયાસો સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી.
મહિલા અનામત બિલ પાસ થયું છે, તો બેઠકો વધારવાની જરૂર કેમ?
રાહુલે સવાલ ઉઠાવ્યો કે મહિલા અનામત (Women Reservation) બિલ પહેલેથી જ પસાર થઈ ચૂક્યું છે, તો પછી લોકસભાની બેઠકો વધારીને 850 કરવાની જરૂર શા માટે છે. આ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સીમાંકનને લોકશાહી માટે જોખમી ગણાવ્યું હતું.
30 નવેમ્બરથી સંસદ સત્ર, બંને ગૃહોમાં ચર્ચા
રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફરન્સ બે દિવસના સંસદ સત્ર (Parliament Session) પહેલાં યોજી હતી. લોકસભામાં 30 નવેમ્બરથી અને રાજ્યસભામાં 2 ડિસેમ્બરથી સીમાંકન અને મહિલા અનામત સંબંધિત પ્રસ્તાવો પર ચર્ચા થવાની છે. વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીની સંપત્તિ કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી, CBI-EDની કાર્યવાહી પર શું અસર પડશે?
આ પણ વાંચો:અમેરિકામાં રાહુલ ગાંધીનો મોટો ખુલાસો! ચૂંટણી બહિષ્કાર નહીં કરવાની જણાવી રણનીતિ
આ પણ વાંચો:અમેરિકામાં રાહુલ ગાંધીનો મત ચોરીનો દાવો, ભાજપે કહ્યું- ભારતના મીર જાફર
