Not Set/ રાફેલ ડીલને લઈને મોદી સરકાર પર શું હતા આરોપો ?

રાફેલ ડીલને લઇને મોદી સરકાર પર લગાવવામાં આવેલા કોંગ્રેસના આરોપો પર ફ્રાન્સે જવાબ આપ્યો છે. ફ્રેન્ચ ડિપ્લોમેટિક સોર્સિઝે કહ્યું, “રાફેલ ડીલમાં ભારતનો ફાયદો છે. આ મિલિટ્રી જેટને તેના આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ અને સ્પર્ધાત્મક કિંમતના કારણે પસંદ કરવામાં આવ્યું છે. સોર્સિઝે સીધું કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે, કોઇપણ પ્રકારનો દાવો કરતા પહેલા ફેક્ટ્સને ચેક કરવાની જરૂર […]

World

રાફેલ ડીલને લઇને મોદી સરકાર પર લગાવવામાં આવેલા કોંગ્રેસના આરોપો પર ફ્રાન્સે જવાબ આપ્યો છે. ફ્રેન્ચ ડિપ્લોમેટિક સોર્સિઝે કહ્યું, “રાફેલ ડીલમાં ભારતનો ફાયદો છે. આ મિલિટ્રી જેટને તેના આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ અને સ્પર્ધાત્મક કિંમતના કારણે પસંદ કરવામાં આવ્યું છે. સોર્સિઝે સીધું કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે, કોઇપણ પ્રકારનો દાવો કરતા પહેલા ફેક્ટ્સને ચેક કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોંગ્રેસ લીડર સુરજેવાલાએ કહ્યું હતું કે, પીએમ મોદીએ રાફેલ ડીલમાં પોતાના બિઝનેસમેન દોસ્ત માટે દેશની સુરક્ષા સાથે સમાધાન કર્યું છે. આ ડીલથી સરકારી ખજાનાને નુકસાન થશે.” ભારતે 36 રાફેલ ફાઇટર જેટ્સ માટે ફ્રાન્સ સાથે 59 હજાર કરોડની ડીલ કરી છે.