દિલ્લીમાં કોંગ્રેસના આગેવાનો સાથે પાસના નેતાઓની બેઠક થવાની હતી. પરંતુ આ બેઠકમાં પાસના નેતાઓની બેઠક કરવાને બદલે તેઓને ખાલી બેસાડી અવગણના કરી હોવાનું દિનેશ બાભંનીયાએ આરોપ લગાવી કોંગ્રેસને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારબાદ શનિવારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે પાસના નેતાઓની અવગણના અંગે કોંગ્રેસના વરિષ્ટ નેતા પર ગંભીર આરોપ લગાવ્યો છે.
અશોક ગેહલોતે આ આરોપ કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ પર લગાવ્યો છે. આરોપ લગાવતા અશોક ગેહલોતે જણાવ્યું, “PASS ના નેતાઓની બેઠક માટે સિદ્ધાર્થ પટેલ જવાબદાર છે. પાસની દિલ્લીમાં બેઠક છે એ અમને ખબર જ ન હતી”.
