Not Set/ સુરતના ઉધના વિસ્તારમાં થઈ ચોરી

સુરત: શિયાળો જેમ જેમ બેસી રહ્યો છે તેમ તેમ શહેર, કસબામાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાંથી રૂપિયા એક લાખ 93 હજારની કીંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ છે. ઉધનામાં આવેલ જીવનગંગા નગરમાં રહેતી કાંતાબેન નામની વિધવા મહિલાએ આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાંતાબેનના પુત્રો નોકરી પર ગયા હતા […]

Gujarat

સુરત:

શિયાળો જેમ જેમ બેસી રહ્યો છે તેમ તેમ શહેર, કસબામાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાંથી રૂપિયા એક લાખ 93 હજારની કીંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ છે. ઉધનામાં આવેલ જીવનગંગા નગરમાં રહેતી કાંતાબેન નામની વિધવા મહિલાએ આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાંતાબેનના પુત્રો નોકરી પર ગયા હતા અને કાંતાબેન પોતે ખરીદી કરવા ગયા હતા. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે કબાટનો સામાન વેર-વિખેર હાલતમાં જોયો હતો. તપાસ કરતા જાણ થઇ કે મકાનમાં પાછળના ભાગે આવેલી બારીમાંથી ચોરોએ પ્રવેશ કરી કબાટને તોડી નાખી સોના-ચાંદીના દાગીના લઇ નાસી ગયા હતા.