Not Set/ પાકિસ્તાની સરકારની નજરબંધીમાંથી મુક્ત થયો હાફિઝ સઇદ

લાહોર, મુંબઇના 26/11 હુમલાની વરસી નજીક છે ત્યારે આ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઇદને પાકિસ્તાને બુધવારે હાઉસ એરેસ્ટમાંથી મુક્ત કર્યો હતો. પાકિસ્તાનના પંજાબની સરકારે લાહોર કોર્ટે નીમેલાં જ્યુડીશીયલ રીવ્યુ બોર્ડને હાફિઝના નજરબંધની મંજુરી વધુ 3 મહિના વધારવાની માંગણી કરી હતી.જો કે જ્યુડીશીયલ રીવ્યુ બોર્ડે આ માંગણી ફગાવી હતી,જેના કારણે સઇદની મુક્તિ […]

Top Stories

લાહોર,

મુંબઇના 26/11 હુમલાની વરસી નજીક છે ત્યારે આ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઇદને પાકિસ્તાને બુધવારે હાઉસ એરેસ્ટમાંથી મુક્ત કર્યો હતો. પાકિસ્તાનના પંજાબની સરકારે લાહોર કોર્ટે નીમેલાં જ્યુડીશીયલ રીવ્યુ બોર્ડને હાફિઝના નજરબંધની મંજુરી વધુ 3 મહિના વધારવાની માંગણી કરી હતી.જો કે જ્યુડીશીયલ રીવ્યુ બોર્ડે આ માંગણી ફગાવી હતી,જેના કારણે સઇદની મુક્તિ શક્ય બની હતી.જ્યુડીશીયલ બોર્ડનું કહેવું હતું કે જમાત ઉદ દાવાના ચીફ સઇદ હવે કોઇ કેસમાં વોન્ટેડ નથી એટલે તેને મુક્ત કરી શકાય તેમ છે.

બોર્ડના આ હુકમ પછી હવે સઇદ થોડા દિવસમાં મુક્ત થઇ શકે છે.જો કે બીજી તરફ આંતરરાષ્ટ્રીય દબાણ જોતા સઇદને મુક્તિને લઇને પંજાબની સરકાર રાજી નથી અને સરકારને અનેક સવાલોનો સામનો કરવો પડી શકે છે.

31 જાન્યુઆરીએ હાફઝ સઇદ અને તેના ચાર સાથીદારોને પાકિસ્તાનની સરકારે એન્ટી ટેરરીઝમ એક્ટ હેઠળ નજરબંધ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે જમાત ઉદ દાવાનો ચીફ હાફિઝ સઇદ 2008ના મુંબઇ ટેરર એટેકનો માસ્ટર માઇન્ડ ગણાય છે.આ હુમલામાં  267 વ્યક્તિઓ માર્યા ગયા હતા.