બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન(BBFC)એ ફિલ્મને 12A સર્ટિફિકેટ આપતા યુકેમાં રીલિઝ કરવાની પરમિશન આપી છે.’પદ્માવતી’ પહેલી ડિસેમ્બરના રોજ વિદેશમાં રીલિઝ થશે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટમાં 28 નવેમ્બરના રોજ સુનાવણી થશે.જો કે આ ફિલ્મમાં કોઈ કટ કર્યાં નથી. આ અંગેની માહિતી બ્રિટિશ સેન્સર બોર્ડે ટ્વિટર પર આપી હતી. ભારતમાં આ ફિલ્મની રીલિઝ ડેટ પાછી ઠેલી દેવામાં આવી છે.ભારતમાં આ ફિલ્મ પહેલી ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની હતી. જો કે રાજપૂત કમ્યુનિટીના વિરોધને કારણે ફિલ્મ રીલિઝ પાછી ઠેલવામાં આવી હતી. અને હવે આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2018માં રીલિઝ થાય તેવી શક્યતા છે પરંતુ હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.પદ્માવતી પર એમપી, રાજસ્થાન, યુપી તથા પંજાબમાં બૅન છે. હવે ગુજરાત સરકારે પણ બૅન મૂક્યો છે.રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લિડર્સ, હિંદુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. રાજપૂત કરણીસેના માને છે કે આ ફિલ્મમાં પદ્મિની તથા ખિલજી વચ્ચે ઈન્ટિમેટ સીન્સ હોવાને કારણે લાગણીઓને ઠેસ પહોંચી છે.
Not Set/
‘પદ્માવતી’ વિદેશમાં રીલિઝ થશે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન(BBFC)એ ફિલ્મને 12A સર્ટિફિકેટ આપતા યુકેમાં રીલિઝ કરવાની પરમિશન આપી છે.’પદ્માવતી’ પહેલી ડિસેમ્બરના રોજ વિદેશમાં રીલિઝ થશે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટમાં 28 નવેમ્બરના રોજ સુનાવણી થશે.જો કે આ ફિલ્મમાં કોઈ કટ કર્યાં નથી. આ અંગેની માહિતી બ્રિટિશ સેન્સર બોર્ડે ટ્વિટર પર આપી હતી. ભારતમાં આ ફિલ્મની રીલિઝ ડેટ પાછી […]
