Not Set/ હાર્દિક પટેલને અપાઇ ‘Y’ કેટેગરીની સુરક્ષા

કેન્દ્ર સરકારે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલને ‘Y’ કેટેગરીની સુરક્ષા આપી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પ્રમુખ એવા હાર્દિકની સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફને સોંપવામાં આવી છે. સીઆઈએસએફના કમાંડોએ શુક્રવારથી હાર્દિકની સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી છે. હવેથી સીઆઈએસએફના 8 કમાંડો ચોવીસ કલાક હાર્દિકની સાથે રહેશે. સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ અને સુરક્ષા એજન્સીઓએ હાર્દિકને સુરક્ષા આપવાની ભલામણ કરી હતી, […]

Top Stories

કેન્દ્ર સરકારે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલને ‘Y’ કેટેગરીની સુરક્ષા આપી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પ્રમુખ એવા હાર્દિકની સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફને સોંપવામાં આવી છે.

સીઆઈએસએફના કમાંડોએ શુક્રવારથી હાર્દિકની સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી છે. હવેથી સીઆઈએસએફના 8 કમાંડો ચોવીસ કલાક હાર્દિકની સાથે રહેશે. સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ અને સુરક્ષા એજન્સીઓએ હાર્દિકને સુરક્ષા આપવાની ભલામણ કરી હતી, તેથી હાર્દિકને આ સુરક્ષા આપવામાં આવી છે. ‘Y’ કેટેગરીની સુરક્ષા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિતના 60 જેટલા વીઆઈપી લોકોને આપવામાં આવે છે. એની પહેલા હાર્દિક અને દલિતનેતા જિગ્નેશ મવાણીએ સુરક્ષા લેવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે કહ્યુ હતું કે સરકાર તેમની ઉપર નજર રાખવા અને તેમની જાસુસી કરાવવા માટે જ તેમને સુરક્ષા આપવા માંગે છે. તેમનું કહેવું છે કે તેમના પર હુમલો થાય તો સરકારની બદનામી થશે, એટલે તેમને આ સુરક્ષા આપવામાં આવી છે