પંચમહાલ
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ તેજ જોવા મળી રહયો છે ત્યારે ભાજપે પોતાની ચોથી યાદી જાહેર કરી છે જેમાં કાલોલ બેઠક પરથી સુમનબેન ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી છે.જો કે સુમન ચૌહાણના નામની જાહેરાત થતા તેમના જ પરિવારમાં ડખો થયો હતો.
પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલના સાંસદ છે તેમણે તેમની પત્ની રંગેશ્વરી માટે ભાજપ પાસેથી ટીકીટની માંગણી કરી હતી.જો કે આજે જ્યારે ભાજપના ઉમેદવારનું લીસ્ટ જાહેર થતાં કાલોલની સીટ પરથી સુમન ચૌહાણનું નામ જાહેર થયું હતું. પુત્રવધુ સુમન ચૌહાણને ટીકીટ મળતા પ્રભાતસિંહ ચૌહાણ અને રંગેશ્વરી ચૌહાણ રોષે ભરાયા હતા. રંગેશ્વરી ચૌહાણે સુમન ચૌહાણની ટીકીટનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ એક અન્યાય છે.
જો કે યાદી જાહેર થયા બાદ ઘણા વિરોધના વંટોળ જોવા મળતા હોય છે ત્યારે આ એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઘરમાં જ બબાલ જોવા મળી રહી છે સાસુ-વહુ ટીકીટ માટે ઝઘડતા જોવા મળી રહયા છે ઉલ્લેખનીય છે કે સુમનબેનનો પતિ અને પ્રભાતસિંહનો પુત્ર બુટલેગર છે અને અનેક કેસોમાં સંડોવાયેલો છે.
તસ્વીરમાં સુમન ચૌહાણ
