ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન સ્ટીવન સ્મિથની શાનદાર સદી સાથે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં ૩૨૮ રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી એક છેડો સાચવી કેપ્ટન સ્મિથે કારકિર્દીની ૨૧ મી સદી ફટકારી હતી. જયારે બીજી ઈનિંગમાં ઈંગ્લેંડે 2 વિકેટના નુકશાને ૩૩ રન બનાવ્યા છે. ત્રીજા દિવસના અંતે સ્ટોનમેન ૧૯ અને રૂટ ૫ રને રમતમાં હતા.

પ્રથમ ઇનિગ્સમાં ઈંગ્લેંડની ટીમે ૩૦૨ રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડર બેટ્સમેન જેમ્સ વિન્સે સર્વાધિક ૮૩ રન બનાવ્યા હતા જયારે ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે અને પેટ કમીન્ગે ૩-૩ વિકેટ ઝડપી હતી.
