Not Set/ એન્જિલિના જોલી દેખાવા માટે ઈરાનની એક યુવતીએ કરાવી 50 સર્જરી

સમગ્ર વિશ્વમાં 42 વર્ષીય અભિનેત્રી એન્જિલીના જોલીના ઘણા ફોલોવર્સ છે.વિશ્વમાં સૌથી સુંદર મહિલાઓમાં હોલિવુડની અભિનેત્રી એન્જિલીના જોલીનો સમાવેશ થાય છે. લોકો એન્જિલીનાની એક ઝલક જોવા માટે આતુર હોય છે. સોશિયલ મીડિયા પર એન્જિલિનાની એક એવી ફેન સામે આવી છે જેણે તેના જેવી દેખાવા માટે પોતાનો ચેહરો બગાડી નાખ્યો છે. ઇરાનમાં રહેતી 22 વર્ષીય સહર તાબર […]

Entertainment

સમગ્ર વિશ્વમાં 42 વર્ષીય અભિનેત્રી એન્જિલીના જોલીના ઘણા ફોલોવર્સ છે.વિશ્વમાં સૌથી સુંદર મહિલાઓમાં હોલિવુડની અભિનેત્રી એન્જિલીના જોલીનો સમાવેશ થાય છે. લોકો એન્જિલીનાની એક ઝલક જોવા માટે આતુર હોય છે. સોશિયલ મીડિયા પર એન્જિલિનાની એક એવી ફેન સામે આવી છે જેણે તેના જેવી દેખાવા માટે પોતાનો ચેહરો બગાડી નાખ્યો છે. ઇરાનમાં રહેતી 22 વર્ષીય સહર તાબર જેને એન્જિલિના જોલી દેખાવા માટે તે કંઇ પણ કરવા માટે તૈયાર છે.તેજીથી વાયરલ થઇ રહેલ સહરની તસ્વીરોમાં તે એન્જિલાના જેવી નથી દેખાતી. તેને અત્યાર સુધીમાં 50 સર્જરી કરાવી છે. સહરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેણે ડાયટ કન્ટ્રોલ કરીને પોતાનું વજન 40 કિલો કરી દીધું છે. સ્પેશિયલ ડાયટની મદદથી તે પોતાના શરીરની કાયાને વધારી કે ઘટાડી નથી રહી. તેને પોતાનો ગાલ વિંધાયો છે અને વાળનો કલર પણ બદલી નાખ્યો છે.એન્જિલાને આઇડલ માનતી સેહરે સુંદર બનવાના ચક્કરમાં પોતાની હાલત ખરાબ કરી નાખી છે જેના કારણે સહર સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઇ રહી છે.