india news/ વિજયની ‘જના નાયકન’નો બોક્સ ઓફિસ પર તોફાની દબદબો: માત્ર 4 દિવસમાં ભારતમાં 100 કરોડ પાર, વર્લ્ડવાઇડ ₹217 કરોડની કમાણી

વિજયની ફિલ્મ(Jana Nayagan) એ માત્ર ચાર દિવસમાં ભારતમાં 124.75 કરોડની નેટ કમાણી કરી, જ્યારે વર્લ્ડવાઇડ કલેક્શન ₹217.48 કરોડને પાર.

Breaking News Entertainment
Jana Nayagan

Entertainment: તમિલ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની બહુચર્ચિત ફિલ્મ જના નાયકન (Jana Nayagan) આખરે લાંબા વિલંબ બાદ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. મિશ્ર પ્રતિસાદ મળવા છતાં દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ ફિલ્મને મળી રહ્યો છે. માત્ર ચાર દિવસમાં જ ફિલ્મે ભારતમાં 100 કરોડ રૂપિયાથી વધુની નેટ કમાણી કરી છે, જ્યારે વિશ્વભરમાં તેની કુલ કમાણી 217 કરોડને પાર પહોંચી ગઈ છે. ખાસ કરીને તમિલ વર્ઝન ફિલ્મની સફળતાનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.

ફિલ્મ Jana Nayagan એ 4 દિવસમાં ભારતમાં 100 કરોડનો આંકડો કર્યો પાર

વિજયની જના નાયકન (Jana Nayagan) 23 જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સેન્સર બોર્ડ (CBFC) સાથે જોડાયેલી પ્રક્રિયાને કારણે ફિલ્મને લગભગ સાત મહિના સુધી રાહ જોવી પડી હતી. જોકે રિલીઝ બાદ ફિલ્મે દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં સફળતા મેળવી છે.

ફિલ્મે પહેલા દિવસે 42.70 કરોડની ધમાકેદાર ઓપનિંગ કરી હતી. બીજા દિવસે કમાણીમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો અને ફિલ્મે 21.15 કરોડનું કલેક્શન કર્યું. જોકે શનિવારે ફરી ફિલ્મે જોર પકડ્યું અને 28.50 કરોડની કમાણી કરી હતી. રવિવારે ચોથા દિવસે ફિલ્મે વધુ એક મજબૂત ઉછાળો નોંધાવતા 32 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ચાર દિવસમાં ફિલ્મનું ભારતમાં નેટ કલેક્શન 124.75 કરોડ અને ગ્રોસ કલેક્શન 145.98 કરોડ સુધી પહોંચી ગયું છે.

વિદેશમાં પણ વિજયની ફિલ્મનો જાદુ

ભારતની સાથે વિદેશી બજારોમાં પણ જના નાયકન (Worldwide Box Office Collection)ને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે ચોથા દિવસે જ વિદેશમાં 10 કરોડથી વધુની કમાણી કરી હતી.અત્યાર સુધી ફિલ્મે વિદેશી બજારમાંથી 71.50 કરોડની કમાણી કરી છે. ભારત અને વિદેશના કુલ કલેક્શનને જોડીએ તો ફિલ્મની વર્લ્ડવાઇડ કમાણી 217.48 કરોડ સુધી પહોંચી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ્સના મતે, આગામી દિવસોમાં પણ ફિલ્મની કમાણીમાં વધારો થઈ શકે છે, કારણ કે ઘણા વિસ્તારોમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

તમિલ વર્ઝને સૌથી વધુ કમાણી કરી

જના નાયકન (Thalapathy Vijay Movie)ના ચોથા દિવસના કલેક્શનમાં સૌથી મોટો ફાળો તમિલ વર્ઝનનો રહ્યો હતો.

  • તમિલ વર્ઝન – 27.30 કરોડ
  • હિન્દી વર્ઝન – 3.35 કરોડ
  • તેલુગુ વર્ઝન – 1.35 કરોડ

આ આંકડાઓ દર્શાવે છે કે તમિલનાડુમાં વિજયની લોકપ્રિયતા હજુ પણ અખંડિત છે. જોકે હિન્દી અને તેલુગુ માર્કેટમાંથી પણ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.  ફિલ્મના મિશ્ર રિવ્યૂ હોવા છતાં ચાહકોનો ઉત્સાહ અને વિજયની સ્ટાર પાવર ફિલ્મને બોક્સ ઓફિસ પર સતત મજબૂત બનાવી રહી છે.

રાજકારણ અને વ્યક્તિગત જીવનને લઈને પણ ચર્ચામાં

ફિલ્મની સફળતા ઉપરાંત વિજય (Vijay Latest News) છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય અને વ્યક્તિગત કારણોસર પણ ચર્ચામાં રહ્યા છે.

તાજેતરમાં તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા બાદ સતત સમાચારોમાં રહ્યા છે. બીજી તરફ, તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ સાથેના સંબંધોને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. સંગીતાએ છૂટાછેડાની અરજી દાખલ કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તાજેતરમાં તેમણે કોર્ટ સમક્ષ નીલાંકરાઈ સ્થિત નિવાસસ્થાનમાં રહેવાની પરવાનગી માટે વચગાળાના આદેશની માંગ કરી હતી.

આ તમામ ચર્ચાઓ વચ્ચે જના નાયકન (Jana Nayagan Box Office Collection)ની બોક્સ ઓફિસ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વિજયનો ચાહકવર્ગ આજે પણ એટલો જ મજબૂત છે. ફિલ્મ આગામી દિવસોમાં નવા કમાણીના રેકોર્ડ બનાવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ‘જના નાયગન’ નો બોક્સ ઓફિસ પર ધમાકો: થલાપતિ વિજયની અંતિમ ફિલ્મ માટે ટિકિટોની પડાપડી, એડવાન્સ બુકિંગ કરોડો પાર

આ પણ વાંચો: તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ: ‘થલાપતિ’ વિજયના 10 લાખ કરોડ દેવાના નિવેદન પર સ્ટાલિન ભડક્યા

આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત, અભિનેતા વિજય આવતીકાલે લેશે CM પદના શપથ