Ahmedabad News: અમદાવાદમાં દારૂ અને બીયરની છૂપાવવાની અનોખી મોડસ ઓપરેન્ડી પોલીસે પકડી પાડી હતી. મકાનની આસપાસ ખાડા ખોદી માટલામાં જથ્થો છૂપાવાયો હતો. ડીસીપી ઝોન-2-એલસીબીએ રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દારૂનો કારોબાર કરતાં ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. આરોપી રમીલા જાડેજા, ભરત રાઠોડ અને રશ્મિ રાઠોડ સામે ગુનો દાખલ થયો છે. ચાંદખેડા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પહેલાં ગઇકાલે એસપી રિંગરોડના એક પાર્કિંગ પ્લોટમાંથી 54 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ દરોડામાં કુલ 15,465 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹53,95,375/- છે. આ કાર્યવાહીથી પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર કડક કાર્યવાહી કરી છે. અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.પી. રિંગરોડ પર એક પાર્કિંગ પ્લોટમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ 54 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ દરોડામાં કુલ 15,465 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹53,95,375/- છે. આ કાર્યવાહીથી પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર કડક કાર્યવાહી કરી છે.
LCB ઝોન-7ની સફળ કામગીરી
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અને અધિક પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ઝોન-7ના ડેપ્યુટી પોલીસ કમિશનર શિવમ વર્માની સૂચનાથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વાય.પી. જાડેજા અને તેમની ટીમ, જેમાં હેડ કોન્સ્ટેબલ નશરુલ્લાખાન હબીબખાન, શકીલમહંમદ ઝહીરમિયા અને પોલીસ કોન્સ્ટેબલ ઈરફાન કાસમભાઇનો સમાવેશ થાય છે, તેમણે ખાનગી બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. બાતમી મુજબ, સંજરી પાર્કિંગ પ્લોટમાં ઊભેલા કન્ટેનર નંબર GJ02-ZZ-9694માં આ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયો અને કાયદેસરની કાર્યવાહી
પોલીસે આ કેસમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65(A), 65(E), 81, 83, 98(2), 116(B) અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 340, 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં અકસ્માતની વણઝાર, કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતાં 50 ફૂટ ઢસડાઈ
આ પણ વાંચો: અમદાવાદમા ફરીથી એક AMTS બસનો લાઇટના પોલ સાથે અથડાતા સર્જાયો અકસ્માત
આ પણ વાંચો: અમદાવાદના રખ્યાલ રોડ પર AMTS,BRTSએ ઓટો રિક્ષાને લીધી અડફેટ થયો ભીષણ અકસ્માત
