Not Set/ સેનાએ લીધો અમરનાથ હુમલાનો બદલો, J&K માં ૩ આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. આ તમામ આતંકીઓ પર જુલાઈમાં અમરનાથ યાત્રા દરમિયાન આતંકી હૂમલો કરવાનો આરોપ છે. સેનાએ જવાબી કાર્યવાહીમાં લશ્કરના કમાન્ડર ફૂરહાનને ઠાર માર્યો છે, જયારે એક આતંકીને જીવિત પકડી લેવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીરમાં […]

Top Stories

જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. દક્ષિણ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. આ તમામ આતંકીઓ પર જુલાઈમાં અમરનાથ યાત્રા દરમિયાન આતંકી હૂમલો કરવાનો આરોપ છે. સેનાએ જવાબી કાર્યવાહીમાં લશ્કરના કમાન્ડર ફૂરહાનને ઠાર માર્યો છે, જયારે એક આતંકીને જીવિત પકડી લેવામાં આવ્યો છે.

દક્ષિણ કાશ્મીરમાં બહાદુરગઢ અને બોનીગમમાં સેના અને આતંકીઓ વચ્ચે આ જૂથ અથડામણ થઇ હતી. આ ત્રણેય આતંકીઓ રોડ ઓપનિંગ પાર્ટી પર હૂમલો કરતા ટ્રેક કરાયા હતા. ત્યારબાદ આતંકીઓ એક ગરમા છુપાઈ ગયા હતા પણ જવાબી કાર્યવાહીમાં સેનાએ આ ઘરને ઉડાવી દીધું હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસના ચીફ એસસી વૈદ્યે ટ્વીટ દ્વારા જણાવ્યું, ” અમે ત્રણેય આતંકીઓની બોડીને રિક્વર કરી દીધી  છે, તેમજ એક આતંકીને જીવિત પકડી લેવામાં આવ્યો છે”. તેઓએ વધુમાં જણાવતા કહ્યું, વાડિયાએ ટ્વીટ કરી કહ્યું કે, ‘પહેલા અબુ ઇસ્માઇલ અને હવે આ ત્રણ અબુ માવિઆ, ફુરકન અને પાવર ગ્રૂપની સાથે જ અમરનાથ પર હુમલો કરવા વાળા બધા આતંકીઓનો જ અંત આવી ગયો છે.’