Not Set/ કોંગ્રેસમાં આજથી થશે “રાહુલ યુગ” નો ઉદય

ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કના મતદાન પહેલા કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ યુગનો ઉદય થવા જઈ રહ્યો છે. સોમવારે સાંજે કોંગ્રેસ પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની વરણી કરવામાં આવી શકે છે. આ સાથે કોંગ્રેસ પાર્ટીમાં બે દાયકા બાદ નવા અધ્યક્ષ જોવા મળશે. આ પહેલા ૪ ડિસેમ્બરે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ માટે પોતાનું ઉમેદવારી […]

India

ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કના મતદાન પહેલા કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ યુગનો ઉદય થવા જઈ રહ્યો છે. સોમવારે સાંજે કોંગ્રેસ પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની વરણી કરવામાં આવી શકે છે. આ સાથે કોંગ્રેસ પાર્ટીમાં બે દાયકા બાદ નવા અધ્યક્ષ જોવા મળશે.

આ પહેલા ૪ ડિસેમ્બરે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ માટે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું, અને તેઓ દ્વારા દાખલ કરવામાં આવેલા તમામ ૮૯ સેટ સાચ્ચા સાબિત થયા હતા.

મહત્વનું છે કે, આ પહેલા ૧૯૯૮ માં સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદની કમાન સંભાળી હતી. ત્યારબાદ લગભગ બે દાયકા પછી પાર્ટીને રાહુલ ગાંધીના સ્વરૂપમાં નવા અધ્યક્ષ મળશે.