કોલકત્તા,
ત્રિપલ તલાક મામલે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરનારી ઇશરત જહાં ભાજપમાં જોડાઇ છે. પશ્ચિમ બંગાળના ભાજપના સ્ટેટ યુનિટના જનરલ સેક્રેટરી સયાંતન બસુએ જણાવ્યું હતું કે, ઇશરત જહાં અમારી(ભાજપની) હાવરા ખાતેની ઓફિસમાં જોડાઇ છે.
ઇશરત જહાંનું હાવરામાં ભાજપની ઓફિસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સયાંતન બસુએ કહ્યું કે પક્ષના સ્ટેટ યુનિટ દ્રારા ઇશરત જહાંને સન્માનવાના કાર્યક્રમો યોજાશે.
સુપ્રિમ કોર્ટમાં ત્રિપલ તલાક મામલે જે પાંચ જણાએ પીટીશન કરી હતી, ઇશરત જહાં તેમાની એક હતી. ઇશરત જહાંના પતિએ 2014માં દુબઇથી ફોન પર ત્રણવાર તલાક બોલીને તેને છુટાછેડા આપ્યા હતા.
