ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી નેતા કિમ જોંગે નવા વર્ષના સૂર્યોદય સાથે જ પરમાણું બોમ્બને લઇ એક ધમકી આપી છે. સોમવારે એક ધમકી ભર્યો સંદેશો આપતા કીંમ જોંગે જણાવ્યું કે, “પરમાણું બોમ્બ લોન્ચ કરવાનું બટન હંમેશા મારી નિકટ જ હોય છે. પરમાણું બોમ્બનું બટન હંમેશા મારી ડેસ્ક પર જ હોય છે. આ વાત કોઈ બ્લેકમેલીંગ નથી પણ એક સત્ય છે”.
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ તેના દેશવાસીઓને નવા વર્ષનો સંદેશો આપ્યો હતો જેમાં અમેરિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કિમ જોંગે ધમકી આપતા જણાવ્યું કે, “અમેરિકા હવે ક્યારેય આપણા વિરૂદ્ધ જંગ શરૂ નહીં કરી શકે. કારણ કે, આપણાં પરમાણું હથિયાર તેને નેસ્તનાબૂદ કરી દેશે. સમગ્ર અમેરિકા આપણાં ન્યૂક્લિયર વેપન્સની રેન્જમાં છે. આ હથિયારોનું બટન હંમેશા મારા ટેબલ પર જ રહે છે. અને તે એક સત્ય વાત છે તેને ધમકી ન સમજવી જોઈએ”.
કિમ જોંગ ઉને વધુમાં જણાવ્યું કે, “આપણે મોટાં પ્રમાણમાં પરમાણુ હથિયાર અને મિસાઈલ બનાવવાની છે અને ઝડપથી દેશની સુરક્ષા માટે તૈનાત કરવાની છે.”
