Not Set/ IND v/s SA LIVE : કેપટાઉનમાં વરસાદ, દક્ષિણ આફ્રિકા – ૬૫/૨

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસે સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે ત્યારે  મેચ શરૂ થતાં પહેલાં કેપ ટાઉનમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે મેદાન પર કવર છે ત્યારે મેચની શરૂઆતમાં વિલંબ થઈ શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૨૮૬ રન બનાવ્યા હતા. જવાબમાં, ટીમ ઇન્ડિયા ૨૦૯ […]

Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસે સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે ત્યારે  મેચ શરૂ થતાં પહેલાં કેપ ટાઉનમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે મેદાન પર કવર છે ત્યારે મેચની શરૂઆતમાં વિલંબ થઈ શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૨૮૬ રન બનાવ્યા હતા. જવાબમાં, ટીમ ઇન્ડિયા ૨૦૯ રન કરી શકી હતી. પ્રથમ દાવના આધારે, આફ્રિકાને ૭૭ રનથી લીડ મેળવી હતી.

બીજી ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી હતી  આફ્રિકાના બંને ઓપનર્સને પેવેલિયનમાં ભેગા કર્યાં હતા. આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં બે વિકેટના નુકશાને ૬૫ રન બનાવ્યા હતા. આ સાથે આફ્રિકાએ ૧૪૨ રનની લીડ મેળવી ચુકી છે. બીજા દિવસના અંતે હાશિમ અમલા ૪ અને કગિસો રબાડા ૨ રને રમતમાં હતા.