Not Set/ લાખો રૂપિયામાં વેચાય છે આ જીવનું એક લિટર લોહી

માણસ હોય કે પશુ હોય દરેકના લોહીનો રંગ લાલ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા જીવ વિશે જણાવવા જઇ રહ્યા છે, જેનું લોહી લાલ નહી પરંતુ વાદળી રંગનું છે. ઉત્તરી અમેરિકાના સમુદ્રમાંથી મળી આવતા હૉર્સશૂ કરચલાના લોહીનો રંગ વાદળી છે, આ કારણોસર તેનું લોહી ચિકિત્સા વિજ્ઞાન માટે કોઇ અમૃતથી ઓછું નથી. આ કરચલાની […]

World

માણસ હોય કે પશુ હોય દરેકના લોહીનો રંગ લાલ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા જીવ વિશે જણાવવા જઇ રહ્યા છે, જેનું લોહી લાલ નહી પરંતુ વાદળી રંગનું છે.
ઉત્તરી અમેરિકાના સમુદ્રમાંથી મળી આવતા હૉર્સશૂ કરચલાના લોહીનો રંગ વાદળી છે, આ કારણોસર તેનું લોહી ચિકિત્સા વિજ્ઞાન માટે કોઇ અમૃતથી ઓછું નથી.


આ કરચલાની બનાવટ અચરજ પમાડે તેવી છે. ખરેખરમાં આ ખાસ કરચલાનું વૈજ્ઞાનિક નામ (Limulus Polyphemu) છે. કહેવાય છે કે, આ કરચલાની પ્રજાતિનું આયુષ્ય 45 કરોડ વર્ષ જેટલું હોઈ શકે છે.
આ કરચલાના લોહીમાં એન્ટી બેક્ટિરિયલ નામનું તત્વ હોય છે. જેની મદદથી ઘણી દવાઓ વિશેની સચોટ જાણકારી મેળવી શકાય છે.
કરચલામાંથી લોહી નીકાળવા માટે તેમને લેબમાં લઇ જવામાં આવે છે અને મોંમાં સિરીંજ નાખીને લોહી નીકાળવામાં આવે છે.


આ પ્રક્રિયામાં ઘણા કરચલાઓના મૃત્યુ થઇ જાય છે, તો કોઈક જીવી જાય છે. જે બચી જાય છે તેમને પાછા સમુદ્રમાં છોડી દેવામાં આવે છે. વાદળી રંગનું લોહી હોવાને કારણે એક લીટર લોહીની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હોય છે.
સામાન્ય રીતે મનુષ્યનું એક યુનિટ લોહીનો ભાવ ૧૫૦૦ થી ૧૮૦૦ હોય છે. જેની સરખામણીમાં આ જીવના એક લિટર લોહીનો ભાવ ૧૦ લાખ છે.