Not Set/ વર્ષ 2017માં પાકિસ્તાનના 1૩8 જવાનોને ઉતાર્યા મોતને ઘાટ, ભારતે ખોયા 28 જવાનો

ભારત-પાકિસ્તાન બોડર પર એક બીજા સામે ગોળી ચાલતી રહેતી હોય છે. હંમેશા પાકિસ્તાન કોઈના કોઈ કારણસર બોડર પર ઉભેલા ભારતના જવાનો પર હુમલો કરવાના કાવતરા કરતું જ રહેતું હોય છે. વર્ષ ૨૦૧૭માં ભારતે પોતાના 28 સૈનિકો ખોઈ દીધાં હતાં. પરંતુ ભારતે તે જવાનોનો બદલામાં પાકિસ્તાનના 138 સૈનીકોને મારી નાખ્યાં હતાં. એલઓસી પર ગોળીબારીમાં થયેલા મોત […]

Top Stories

ભારત-પાકિસ્તાન બોડર પર એક બીજા સામે ગોળી ચાલતી રહેતી હોય છે. હંમેશા પાકિસ્તાન કોઈના કોઈ કારણસર બોડર પર ઉભેલા ભારતના જવાનો પર હુમલો કરવાના કાવતરા કરતું જ રહેતું હોય છે.

વર્ષ ૨૦૧૭માં ભારતે પોતાના 28 સૈનિકો ખોઈ દીધાં હતાં. પરંતુ ભારતે તે જવાનોનો બદલામાં પાકિસ્તાનના 138 સૈનીકોને મારી નાખ્યાં હતાં. એલઓસી પર ગોળીબારીમાં થયેલા મોત પર આ આંકડા ખુફિયા સુત્રો પાસેથી મળ્યાં હતાં.

પાકિસ્તાન હમેશાં ખોટી વાતો કરવામાં પાછું ક્યારે નથી પડતું, જયારે જયારે પાકિસ્તાન તેમના સૈનિકો વિશે પૂછવામાં આવે ત્યારે તે હમેશાં એમ જ કહેતું હોય છે કે આ વાતો ખોટી છે.પાકિસ્તાન પોતાની કોઈ ભૂલોને  તે ક્યારે સ્વીકાર જ નથી કરતું.

ખુફિયા સુત્રોએ કહ્યું છે કે, પાકિસ્તાન સૈનિકોના મોત વિશે તેમનાં ત્યાંના જ નાગરિકોએ આ વાત કહી છે. ભારતે પાછલાં વર્ષે આંતકવાદીઓ દેશમાં ના ઘૂસે તે માટે ખુબ જ કડક પગલા લીધા હતાં.

સેના પ્રવક્તા કર્નલ અમન આનંદ કહ્યું હતું કે, ભારતીય સેના દેશની સીમા પર થવાંવાડી ગોળીબારીનો જવાબ હમેશાં આપતી જ હોય છે અને આગળ પણ આવો જ જવાબ આપવામાં આવતો રહેશે.

સુત્રોએ કહ્યું હતું કે, ભારતીય સૈનિકોના સ્નાઈપર ફાયરીંગમાં 27 જેટલા પાકિસ્તાનના સૈનિકો માર્યા ગયાં છે. અને પાકિસ્તાન તરફથી આવી કાર્યવાહીમાં ભારતના 7 જવાનો શહીદ થયાં હતાં.

પાકિસ્તાને ટ્વીટ કરીને પહેલા સૈનિકોના મોતની જાણકારી આપી હતી, પછી તે ટ્વીટને હટાવી દેવામાં આવ્યું હતું. બે દિવસ પછી પાકિસ્તાનના સેનાના પ્રવક્તાએ કહ્યું હતું ભારતીય સેના દ્વારા કરેલી કાર્યવાહીમાં ફ્ક્ત ૩જ સૈનિકો માર્યા ગયા હતાં.