Not Set/ કાશ્મીર : ઉરી સેક્ટરમાં સેનાને બોર્ડર પાર કરી રહેલા જૈશના ૫ આતંકવાદીઓને કર્યાં ઠાર

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકીઓનો સફાયો કરવા માટે ઓપરેશન ઓલઆઉટ યથાવત રાખવામાં આવ્યું છે. સોમવાર સવારે સેનાએ ઉરી સેક્ટરમાં બોર્ડર પાર કરી રહેલા પાંચ આતંકીઓને ઠાર કર્યાં હતા. આ ઓપરેશન ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્તરૂપે હાથ ધરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના DGP એસપી વૈઘએ સોમવારે ટ્વીટ દ્વારા આ જાણકારી આપી હતી. ઠાર […]

Top Stories

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકીઓનો સફાયો કરવા માટે ઓપરેશન ઓલઆઉટ યથાવત રાખવામાં આવ્યું છે. સોમવાર સવારે સેનાએ ઉરી સેક્ટરમાં બોર્ડર પાર કરી રહેલા પાંચ આતંકીઓને ઠાર કર્યાં હતા. આ ઓપરેશન ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્તરૂપે હાથ ધરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના DGP એસપી વૈઘએ સોમવારે ટ્વીટ દ્વારા આ જાણકારી આપી હતી. ઠાર કરવામાં આવેલા આ પાંચ આતંકી જૈશ-એ-મોહમ્મદના બતાવવામાં આવી રહ્યા છે.

સેનાના નોર્થ કમાંડ દ્વારા પણ ટ્વીટ દ્વારા આ આતંકીઓ ઠાર મરાયા હોવાની જાણકરી આપવામાં આવી હતી.

આ પહેલા ૨૮ સપ્ટેમ્બરે કાશ્મીરના ઉરીના જોરાવર વિસ્તારમાં સિક્યુરિટી ફોર્સે ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના એન્કાઉન્ટમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ૩ દિવસોમાં કાશ્મીરમાં સિક્યુરિટી ફોર્સે ૫ આતંકીઓને ઠાર કર્યા હતા.જયારે ૧૧ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સિક્યુરિટી ફોર્સે એન્કાઉન્ટના ૩ આતંકીઓને મારી દીધા હતા

મહત્વનું છે કે, પાકિસ્તાન દ્વારા સતત ઉરી સેક્ટરમાં બોર્ડર પાર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ પહેલા શુકવારના રોજ, આ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને તેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. કાશ્મીરમાં આર્મી દ્વારા ઓપરેશન ઓલ આઉટ ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે અત્યારસુધી કાશ્મીરમાં ૨૦૦થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.