દિલ્હી,
યોગગુરુ બાબા રામદેવે હવે ઈ-કોમર્સમાં પણ ઝંપલાવ્યું છે. પતંજલિના ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ માટે તેમણે અગ્રણી ઈ-રિટેલર અમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યા છે. નવી દિલ્હીમાં બાબા રામદેવ અને આ બંને કંપનીઓ વચ્ચે કરાર થયા છે. બાબા રામદેવ તેમની આ પહેલ માટે ‘હરિદ્વાર સે હર દ્વાર‘ તકનું સૂત્ર આપ્યું છે.
હવે ગ્રાહકો પતંજલિના કોઈ પણ ઉત્પાદનો અમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ, ગ્રોફર્સ અને બિગ બાસ્કેટ સહિત અન્ય મોટી ઓનલાઈન પોર્ટલ પરથી ખરીદી શકશે. શોપક્લૂઝ અને નેટમેડ્સ પરથી પણ પતંજલિની પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવશે.
બાબા રામદેવે આ અંગે જણાવ્યું હતું કે પતંજલિ હવે નોટ ફોર પ્રોફિટ કંપની બનવા જઈ રહી છે. આ માટે કંપની આગામી સમયમાં રૂ. એક લાખ કરોડ ચેરિટી માટે આપશે. અમે લોકો પાસેથી પણ દાન સ્વીકારીશું.
બાબા રામદેવે ઉમેર્યું હતું આગામી 50 વર્ષમાં સમગ્ર વિશ્વમાં છવાઈ જવા અમે આગળ વધી રહ્યા છીએ. મારા સહાયક આચાર્ય બાલકૃષ્ણ અને મારા ગામથી અમારી યાત્રાનો આરંભ થયો હતો. આગામી સમયમાં10થી 12 દેશમાં પતંજલિ નંબર એક હશે.
એફએમસીજી માર્કેટમાં છવાઈ ગયા પછી ઈ-કોમર્સમાં પતંજલિના વ્યાપમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો છે. પતંજલિની ઈ-કોમર્સ સાઈટનું નામ www.patanjaliayurved.net છે
નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ઉપરાંત અમેઝોન, ફ્લિપકાર્ટ, ગ્રોફર્સ
પતંજલિ આયુર્વેદના વડા બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, પતંજલિ દરરોજ 10 લાખ કરતાં વધારે ઓર્ડર પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.
નાણાકીય વર્ષ 2016-17માં પતંજલિનું ટર્નઓવર રૂ. 10,500 કરોડ કરતાં વધારે રહેવાની શક્યતા છે. વર્તમાન નાણાકીય વર્ષમાં પતંજલિનું લક્ષ્યાંક ટર્નઓવરમાં બે ગણો વધારે કરવાનો રહેશે.
