અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા ભારતીય દુતાવાસ નજીક એક રોકેટ દ્વારા હુમલો કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય દૂતાવાસ નજીક થયેલા હુમલામાં કોઈ મોટી જાનહાની થઇ નથી અને દૂતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Kabul – A rocket has landed in our Chancery compound in Kabul. The rocket has clipped the top of the three storied ITBP barracks. There are no casualties. All Indians and staff are safe.
— Sushma Swaraj (@SushmaSwaraj) January 15, 2018
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જણાવ્યા અનુસાર, “ભારતીય દુતાવાસની જગ્યામાં આવેલા ITBPના બંકરની ટોચ પર રોકેટ પડ્યું હતું. અને આ હુમલામાં તમામ કર્મચારીઓ સુરક્ષિત છે કોઈ જાનહાનિના સમાચાર નથી”.
A rocket landed in the premises of our Embassy in Kabul a while ago causing minor damage to a structure at rear side of the Embassy compound. No fire or casualties. Our Charge d' Affaires informs that all Embassy employees are safe.
— Randhir Jaiswal (@MEAIndia) January 15, 2018
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ આ હુમલાની પૃષ્ટિ કરતા જણાવ્યું કે, “આ બનાવમાં કોઈ આગ કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી”.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “ભારતના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું હતું કે દૂતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. અફગાનિસ્તાનની રાજધાનીના ઉચ્ચ સલામતી રાજદ્વારી વિસ્તારમાં સ્થિત ભારતીય એમ્બેસી પર હુમલા શા માટે કરવામાં આવ્યો તે અંગે કોઈ સ્પષ્ટતા થઇ શકી નથી”.
