અમેરિકા,
શું તમે ક્યારેય ગિયર કે સ્ટીયરીંગ વગરની કાર જોઇ છે. હા, આ કલ્પના નથી પરંતુ હકીકત વાત છે.હવે કંપનીઓ ઓટોનોમસ વ્હીકલ્સ પર કામ કરી રહી છે. આજ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકન કંપની જનરલ મોટર્સે પોતાની એક કારનો પ્રોટોટાઇપ રજૂ કર્યો છે.
Cruise AV નામની આ કાર કોઈ પણ પ્રકારના મેન્યુઅલ કંટ્રોલથી નહિ ચાલે.તેમાં કોઇ સ્ટીયરિંગ વ્હીલ નથી. સાથે જ ગિયર શિફ્ટર પણ આપવામાં આવ્યું નથી. કંપનીએ જેવો તેનો પ્રોટોટાઇપ જાહેર કર્યો ત્યારથી તેની તસવીર ટ્વિટર પર વાઇરલ થઇ રહી છે.
આ કારનું પ્રોડક્શન મોડલ તૈયાર થઇ ગયું છે બસ હવે માત્ર આ કાર ને રોડ ઉપર પરીક્ષણ માટે અમેરિકન ટ્રાન્સપોર્ટેશન વિભાગની હા માટેની રાહ જોવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જનરલ મોટર્સ પોતાની આ કારનો રોડ ટેસ્ટ 2019ની શરૂઆતમાં કરી શકે છે. આ ઉપરાંત કંપનીએ કોઇપણ જાણકારી આપી નથી.
કારના સ્ટીયરિંગ વ્હીલ, ગિયર શિફ્ટર અને પેડલ્સને છોડીવામાં આવે તો તેનું ઇન્ટીરીયર અન્ય કારો જેવું જ છે. તેના સેન્ટર કંસોલ પર મોટી ટચસ્ક્રીન છે. જેની પાસે કેટલાય પ્રકારના બટન છે. તેના ડેશબોર્ડ ડ્યૂલ ટોન છે અને સેન્ટર કંસોલના ટોપ પર જ એસી વેટ્સ આપવામાં આવ્યા છે. તેના ઓટોનોમસ વ્હીકલ્સને જનરલ મોટર્સ ક્રુઝ ડિવિઝને તૈયાર કરવામાં આવ્યા છે. જનરલ મોટર્સે ક્રુઝ એવીની તસવીર ઓનલાઇન રિલીઝ કરી છે.
