Not Set/ ભારતમાં ફેરારીએ લોન્ચ કરી રૂ. 4 કરોડ 20 લાખની GTC4 લૂસો T

મુંબઈ – દુનિયામાં લક્ઝરી સુપરકાર્સની નામાંકિત ઈટાલીયન ઉત્પાદક કંપની ફેરારીએ ભારતમાં તેની બે નવી કાર લોન્ચ કરી છે. આ બંને 4-સીટર ગ્રેન્ડ ટુરર્સ છે, GTC4 Lusso અને GTC4 Lusso T. અત્યાધુનિક ટેક્નોલોજીવાળી GTC4 લૂસો T કારની કિંમત રૂ. 4 કરોડ 20 લાખ છે અને GTC4 લૂસો કાર રૂ. 5 કરોડ 20 લાખમાં મળશે. ફેરારીએ ગયા વર્ષે […]

India Tech & Auto

મુંબઈ – દુનિયામાં લક્ઝરી સુપરકાર્સની નામાંકિત ઈટાલીયન ઉત્પાદક કંપની ફેરારીએ ભારતમાં તેની બે નવી કાર લોન્ચ કરી છે.

આ બંને 4-સીટર ગ્રેન્ડ ટુરર્સ છે, GTC4 Lusso અને GTC4 Lusso T.

અત્યાધુનિક ટેક્નોલોજીવાળી GTC4 લૂસો T કારની કિંમત રૂ. 4 કરોડ 20 લાખ છે અને GTC4 લૂસો કાર રૂ. 5 કરોડ 20 લાખમાં મળશે.

ફેરારીએ ગયા વર્ષે જિનેવામાં આયોજિત મોટર શોમાં GTC4 Lussoને પેશ કરી હતી અને તેને ગ્રાહકો તરફથી સરસ પ્રતિસાદ મળ્યા બાદ એણે GTC4 Lusso T લોન્ચ કરી હતી.

V8 એન્જિન પર ચાલતી ફેરારની આ પહેલી જ 4-સીટર કાર છે. આ એન્જિનથી કાર માત્ર 3.4 સેકંડમાં જ 100 કિ.મી.ની સ્પીડ પર પહોંચી જાય છે. આ સ્પોર્ટ્સ કારમાં અત્યાર સુધીનું સૌથી મોટું એન્જિન બેસાડવામાં આવ્યું છે અને ભારતમાં હાલ બીજી કોઈ કારમાં ઉપલબ્ધ નથી.

ફીચર્સને લાગેવળેગે છે ત્યાં સુધી, આ કારમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ અને G-ફોર્સ મીટર સાથે ડ્યૂઅલ કોકપિટ ડિસ્પ્લે છે.

હુરાકેન, લેમ્બોર્ગિની એવેન્ટાડોર, બેન્ટ્લે મેલસેન, બેન્ટ્લે કોન્ટિનેન્ટલ GT, બેન્ટ્લે ફ્લાઈંગ સ્પર, એસ્ટન માર્ટિન વેન્ટેઝ, એસ્ટન માર્ટિન વોન્કિશ, એસ્ટન માર્ટિન રેપિડ જેવી કારોને ટક્કર આપવા માટે ફેરારીએ તેની આ GTC4 Lusso કારને લોન્ચ કરી છે.