લાંબા સમય બાદ આખરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ રાહતની ખબર આપી છે. આરબીઆઈનાં ગવર્નર ઊર્જિત પટેલે મોનેટરી પોલિસી રીવ્યુમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ઊર્જિત પટેલની અધ્યક્ષતાં છ સભ્યોની મળેલી ધીરાણ નીતિ સમિતી(એમપીસીસી)એ ધીરાણ નીતિની સમક્ષા કરી છે. સમિતીના 6 સભ્યોમાંથી 4 સભ્યોએ 0.25 ટકાના ઘટાડામાં પોતાનો વોટ આપ્યો હતો.
RBIએ કહ્યું છે કે, હવે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 6.25 થી 6 ટકા કરવામાં આવ્યો છે. તે મુજબ રીવર્સ રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરીને 6 થી 5.75 ટકા કરવામાં આવ્યો છે. આરબીઆઈએ એમએસએફ દર 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યો છે. તે સિવાય રિઝર્વ બેંકે ધિરાણ નીતિ પણ જાહેર કરી છે. સાથે જ મહત્વના વ્યાજદરોમાં ઘટાડો થશે. હવે બેંકો વ્યાજ દરમાં ઘટાડો કરશે તો ગ્રાહકોને ફાયદો થશે. હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન અને એજ્યુકેશન લોન લેનારાને ફાયદો થશે. અને ઈએમઆઈ ઘટશે
શું થશે અસર?
રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા બાદ સામાન્ય જનતા પર લોનનો બોજ ઓછો થશે. રેપો રેટ ઓછો થવાથી ૨૦ વર્ષ માટે ૩૦ લાખ રૂપિયાની હોમ લોન પર કુલ ૧.૧૪ લાખ રૂપિયા ઓછો ચૂકવવાનો રહેશે.
RBIના ગવર્નર ઊર્જિત પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જીએસટીને પુરા દેશમાં ખુબ જ સરળતાની અમલી બનાવી દેવામાં આવ્યો છે. સારા ચોમાસા અને જીએસટી લાગુ થયા પછી સમિતીને વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં સરળતા રહી છે.
