Ratan TaTa: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબરના રોજ નિધન થયું. રતન ટાટાના નિધનના સમાચારથી ઉદ્યોગ જગત સહિત દેશમાં શોકનો માહોલ છવાયો. હાલમાં નવરાત્રિ તહેવારની ઉજવણી ચાલી રહી છે. ત્યારે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને લોકોએ ખાસ સન્માન આપ્યું. ગરબા રમાતા હતા ત્યારે રાત્રે જ આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા અનેક ગરબા સ્થાનો પર રતન ટાટાને શ્રદ્ધાજંલિ અપાઈ તો કયાંક પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો. પ્રખ્યાત ગાયક દલજીત દોસાંજે પણ પોતાના પ્રોગ્રામમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી. આજે તમામ દિગ્ગજોએ પોતાની પોસ્ટ અને પોતાના ડિપીમાં રતન ટાટાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. આજે મીડિયા અને સોશિયલ મીડિયા રતન ટાટાના સમાચાર અને મેસેજથી છલકાયું.
ગુજરાતમાં ગરબાના પ્રોગ્રામ વચ્ચે અપાઈ શ્રદ્ધાંજલિ
|| ૐ શાંતિ ||
શ્રી રતન ટાટા, કે જેમણે ભારત દેશનાં સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. આજે આખો દેશ તેમની વિદાયથી શોકાતુર છે અને જાણે પ્રકૃતિને પણ દુઃખ થયું હોય એમ આકાશ પણ રડી પડ્યું. 🙏🏻 pic.twitter.com/saDKdjYPqm
— Pratik Jani ‘रखडु’ (@rakhdu_jani) October 10, 2024
ભારત દેશનાં સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. આજે આખો દેશ તેમની વિદાયથી શોકાતુર છે અને જાણે પ્રકૃતિને પણ દુઃખ થયું હોય એમ આકાશ પણ રડી પડ્યું.
પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંજ
ये कमाई है रतन टाटा की दिलजीत दोसांझ #RatanTata पर बोले है ❤️ #RatanTataPassedAway
— Gurpreet Garry Walia (@garrywalia_) October 10, 2024
પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંજે રતન ટાટાને યાદ કર્યા. ગાયકે રતન ટાટાના નિધન પર તેમના જીવનને યાદ કરી ભાવુક થયા. તેમણે કહ્યું કે તેમનું જીવન મારા માટે પ્રેરણાદાયી રહ્યું. આપણી પાસે એક જ જીવન છે. રતન ટાટા બતાવે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ. આજનો આ પ્રોગ્રામ હું તેમને સમર્પિત કરું છું.
મુંબઈ ગોરેગાંવમાં શ્રદ્ધાંજલિ
મુંબઈના ગોરેગાંવામાં ગરબાના સ્થળ પર લોકોએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી. ગરબાની ઉજવણી રોકી તમામ લોકોએ પાંચ મિનિટ મૌન પાળ્યું.
<
When Garba was stopped to pay tribute to the legend #ratantata 💔
Om Shanti 🙏 pic.twitter.com/qLaS8Q4KT4
— Viक़as (@VlKAS_PR0NAM0) October 10, 2024
p style=”text-align: justify;”>
રતન ટાટાના નિધન પર નાગરિકોથી લઈ અભિનેતા અને રાજનેતાઓએ શ્રદ્ધાંજલિ આપી. બોલીવુડથી લઈને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સે પણ રતન ટાટાને તેમના અકાળ અવસાન પછી શ્રદ્ધાંજલિ આપી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.દિગ્દર્શક રાજા મૌલીએ પોસ્ટ શેર કરી. તેમણે સંવેદના વ્યક્ત કરતાં તેમણે લખ્યું, મહાપુરુષો જન્મે છે અને તેઓ કાયમ જીવે છે. તો જુનિયર એનટીઆરે લખ્યું કે રતન ટાટાનું જીવન નિઃસ્વાર્થ પરોપકારી અને દૂરંદેશી છે. તેમના નેતૃત્વએ અસંખ્ય લોકોનું જીવન બદલી નાખ્યું છે.
રતન ટાટાના નિધન પર દેશમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મનસુખ માંડવિયા, એકનાથ શિંદે તેમજ તમામ પક્ષના રાજનેતાઓએ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી. જયારે મુંબઈમાં રહેતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર મહારાષ્ટ્રમાં આજે રાજકીય શોક જાહેર કરાયો છે. તેમજ શિવસેના દ્વારા રતન ટાટાને ભારત રત્ન પુરસ્કાર આપવાની માંગ પણ કરવામાં આવી છે.
खो गया देश का अनमोल रत्न
रतनजी टाटा नैतिकता और उद्यमशीलता के अपूर्व और आदर्श संगम थे.लगभग 150 वर्षों की उत्कृष्टता और अखंडता की परंपरा वाले टाटा ग्रुप की कमान सफलतापूर्वक संभालने वाले रतनजी टाटा एक जीवित किवदंती थे.उन्होंने समय-समय पर जिस निर्णय क्षमता और मानसिक दृढ़ता का परिचय… https://t.co/u6MdkdheCC
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) October 9, 2024
ટાટાના પાર્થિવ દેહને આજે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી મુંબઈના નરીમાન પોઈન્ટમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA) ખાતે રાખવામાં આવશે, જ્યાં લોકો અંતિમ દર્શન કરી શકશે. દિવસ પછી વરલી વિસ્તારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચો: ઉદ્યોગપતિ રતન ટાટાનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક દિવસનો શોક
આ પણ વાંચો: ભારત પર પોતાની અમિટ છાપ છોડી; સુરતમાં જન્મ, જાણો ઉદ્યોગપતિ બનવા સુધીની જીવનયાત્રા
આ પણ વાંચો: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, PM મોદી સહિત દિગ્ગજ સહિત આ લોકોએ શોક વ્યક્ત કર્યો
