Not Set/ તોગડીયાના નિવેદન બાદ દલિત નેતા મેવાણીએ પણ પોતાના જીવ પર જોખમ હોવાનો કર્યો દાવો

અમદાવાદ. અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ૧૧ કલાક બાદ મીડિયા સમક્ષ રજૂ થયા બાદ તેઓએ પોતાના એનકાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ પોતાના જીવ પર જાખમ હોવાનો દાવો કર્યો છે. જીન્ગેશ મેવાણીએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, “ભાજપ અને સંઘ મને રસ્તામાંથી હટાવવા માંગે છે. […]

Gujarat

અમદાવાદ.

અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ૧૧ કલાક બાદ મીડિયા સમક્ષ રજૂ થયા બાદ તેઓએ પોતાના એનકાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ પોતાના જીવ પર જાખમ હોવાનો દાવો કર્યો છે.

જીન્ગેશ મેવાણીએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, “ભાજપ અને સંઘ મને રસ્તામાંથી હટાવવા માંગે છે. જેથી મને પણ લાગે છે કે તેઓ મારુ એનકાઉન્ટર કરાવી શકે છે. મને સુત્રોના હવાલેથી માહિતી મળી છે કે તે લોકો મને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી રહ્યા છે”.

દલિત નેતા જીગ્નેશ મેવાણીના આ દાવા બાદ કેટલાક દલિત સંગઠનોએ આ દલિત નેતા માટે વાય કેટેગરીની સુરક્ષા આપવા માટે માંગ કરી રહ્યા છે. દલિત સંગઠનો દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપીને આ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત દલિત સમૂહે જિગ્નેશ મેવાણી અને ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખર સામે નોંધાયેલા તમામ કેસો પરત ખેંચવાની પણ માંગણી કરી છે.

નોધનીય છે કે, અત્યારે ચંદ્રશેખર ઉત્તરપ્રદેશની એક જેલમાં બંધ છે. તેમને નેશનલ સિક્યોરીટી એક્ટ અંતર્ગત આરોપી બનાવાયા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સભ્યોના જણાવ્યા મુજબ આ મામલે અત્યાર સુધી રાજ્યના ૩૦ જિલ્લાઓમાં કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવ્યા છે.