LRD Exam/ LRDની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવાશે પરીક્ષા 

રાજ્યમાં લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી LRD ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. LRD ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી

Top Stories Gujarat
LRD ની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવાશે પરીક્ષા 

રાજ્યમાં લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી LRD ઉમેદવારોની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. LRD ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી 10 એપ્રિલે યોજાશે. LRD ભરતી બોર્ડના હસમુખ પટેલ દ્વારા આ પરીક્ષાનું  એલાન કરવામાં આવ્યું છે. LRDની શારીરિક કસોટી પૂર્ણ થઇ ચૂકી છે .

ઉલ્લેખનીય છે કે, LRD, SPI ભરતી પરીક્ષાની ઊંચાઈના વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે ગુજરાત હાઈકોર્ટે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થયાની કોર્ટે નોંધ લીધી હતી. હાઈકોર્ટે 3 ઉમેદવારોની ઊંચાઈમાં ભૂલ હોવાનુ યોગ્ય ઠેરવ્યું હતું. આ ત્રણેય ઉમેદવારોને ઓક્ટો. 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવાયા હતા. પોતાને ગેર લાયક ઠરાવાતા ઉમેદવારોએ અરજી કરી હતી. જોવાની ખૂબી એ છે કે, આ ઉમેદવારોને 2019માં ભરતી સમયે ઉમેદવારોને શારીરિક માપણીમાં યોગ્ય ઠેરવાયા હતા. ઊંચાઈ માપણીમાં બેવડા માપદંડ સામે આવતા ઉમેદવારોએ હાઈકોર્ટનું શરણું લીધું હતુ. ઊંચાઈને કારણે ફેઇલ થનાર ઉમેદવારોએ અરજીમાં કહ્યું કે 2019માં શારીરિક પરીક્ષામાં ઊંચાઈમાં પાસ કરાયા હતા. જ્યારે 2021માં ચાલુ ભરતીમાં ઊંચાઈમાં ફેઇલ કરાયા છે.

પ્રવાસ / PM નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત, ડિફેન્સ એક્સપો 2022નું કરશે ઉદ્ઘાટન 

World / 6 મહિનાના તાલિબાન શાસન બાદ મહિલાઓ અને બાળકોની હાલત બગડી, સર્વત્ર ભૂખ અને લાચારીઃ UN રિપોર્ટ

Business / ખાદ્યતેલોના ભાવ ઘટાડવા માટે કેન્દ્રએ નક્કી કરી સ્ટોક લિમિટ, વધુ સ્ટોર કરવા પર થશે કાર્યવાહી