જંક ફૂડ…માતાઓ વચ્ચે ચર્ચાનો એક ગરમા ગરમ હોત ટોપિક છે. મોટા ભાગની મમ્મીઓ ફરિયાદ કરે છે કે તેમના બાળકોને જંકફૂડ બહુ ભાવે છે. કાયમ બાળકની ડિમાન્ડ એક યા બીજી અનહેલ્ધી આઇટમની જ હોય છે. એટલું જ નહીં, મોટાઓ પણ જંકફૂડ ખાવા માટે તેવી ગયા હોય તેવું લાગે છે. મહિલાઓ પણ, એમના ડેઇલી રૂટિનથી બ્રેક લેવા રેસ્ટોરન્ટ જવું પસંદ કરે છે.

સારું કહો કે ખરાબ, જંક ફૂડ હવે બધે જ મળે છે. આપણે બધાં જાણીએ છીએ કે અનહેલ્ધી ફૂડ આપણા શરીર માટે સારું નથી જ. કારણ એ કે એ વાનગીને તૈયાર કરવાની રીત અને એમાં વપરાતાં પદાર્થો, એને વધારે ટેસ્ટી બનાવવા માટે રેસ્ટોરન્ટ પ્રિઝર્વેટિવ્ઝ વાપરે છે જે શરીર માટે નુકસાનકારક છે.

પરંતુ હવે સાવધાન… નો મોર જંક ફૂડ, હવે વધુ જંક ફૂડ નહીં – સ્કૂલની કેન્ટિન્સ અને સ્કૂલ નજીક સ્ટોર્સમાં વેચાણ માટે, ચિપ્સ, ફ્રાઈસ, પીત્ઝા અને “ગુલાબ જામુન”. કેન્દ્ર સરકારે તાજેતરમાં ડ્રાફ્ટ જાહેર કર્યો છે કે સ્કૂલની આસપાસ તથા સ્કૂલમાં કોઇપણ પ્રકારના જંકફૂડનું વેચાણ કરવામાં નહીં આવે.

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઈન ઈન્ડિયાએ ગેજેટમાં જાહેર કર્યું છે કે, સ્કૂલ કેન્ટિન્સમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ આવી રહ્યો છે. આ ડ્રાફ્ટ પ્રમાણે સ્કૂલની આસપાસના 50 મીટરમાં ન માત્ર વેચાણ પરંતુ જંકફૂડની એડ્વર્ટાઇઝ, ડિસ્ટ્રીબ્યુશન કરી શકાશે નહીં. ડ્રાફટ પ્રમાણે કાર્બોરેટેડ જ્યુસ એન્ડ ડ્રીન્ક્સ, ચીપ્સ, બર્ગર, પિઝા અને સ્વીટનો પણ સમાવેશ થાય છે. ડ્રાફ્ટને ઘણાં સમયથી તૈયાર કરાયો હતો, પરંતુ તેને નોટિફાઇ હવે કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
