Not Set/ ભારતીય રૂપિયો બન્યો વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સી

નવી દિલ્હી, ભારતીય રૂપિયો વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સી બની ગયો છે. ક્રૂડ ઓઈલમાં સતત વધતા જતા ભાવ અને ડિસેમ્બર મહિનામાં વધેલી વેપારી ખાદ્યના કારણે રૂપિયો વૈશ્વિક સ્તર પર સતત કથળી રહ્યો છે. અમેરિકાના ડોલરની સરખામણીમાં તુલનામાં રૂપિયો 1 % ઘટ્યો છે. નોધનીય છે કે, રૂપિયો અત્યારે ડોલર સામે 64.04 રૂપિયાના સ્તર પર જ્યારે […]

Business

નવી દિલ્હી,

ભારતીય રૂપિયો વિશ્વમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સી બની ગયો છે. ક્રૂડ ઓઈલમાં સતત વધતા જતા ભાવ અને ડિસેમ્બર મહિનામાં વધેલી વેપારી ખાદ્યના કારણે રૂપિયો વૈશ્વિક સ્તર પર સતત કથળી રહ્યો છે. અમેરિકાના ડોલરની સરખામણીમાં તુલનામાં રૂપિયો 1 % ઘટ્યો છે.

નોધનીય છે કે, રૂપિયો અત્યારે ડોલર સામે 64.04 રૂપિયાના સ્તર પર જ્યારે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 70 ડોલરની સપાટી પર પહોંચી ગયા છે. તેમજ વેપારી ખાદ્ય 14.88 અબજ ડોલરની સપાટી પર પહોંચી છે. આ તમામ પરિબળો ભારતીય અર્થવ્યવસ્થા માટે ખૂબ જ નકારાત્મક મનાઈ રહ્યા છે.

સિંગાપુરની ડીબીએસ બેંકના માર્કેટિંગ હેડ આશિષ વૈદ્યે જણાવ્યુ હતું કે, મોંઘવારીના વધી રહેલા આંકડાઓ અને ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલ વધારાના કારણે માર્કેટમાં ભયનો માહોલ છે. જો આગામી દિવસોમાં પણ આજ ટ્રેન્ડ યથાવત રહેશે તો અમારે હાઈએલર્ટ મોડમાં આવવુ પડશે. કારણ કે માર્કેટની વોલેટીલીટી વધી શકે છે.

આ ઉપરાંત આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ બેંકોને વ્યાજદર પરનુ જાખમ જાતે ઉઠાવવા ચેતવણી આપી હતી. ત્યારબાદ બેંચમાર્ક બોન્ડ ઉછળીને ૧૨ મહિનાની ટોચ ૭.૬૫ ટકા પર પહોંચી ગયો છે. આ પરીસ્થિતિમાં  RBIના ડેપ્યુટી ગવર્નર વીરલ આચાર્યએ વ્યાજનુ જાખમ બેંકો પર નાંખવાના આપેલા સંકેતો બાદ અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. કોટક સિક્યોરીટીના ડેપ્યુટી પ્રેસીડેન્ટ અનિદ્ય બેનર્જીએ જણાવ્યુ હતું કે, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરના નિવેદનની અસર માર્કેટ પર પડી છે.